Mon,29 April 2024,9:55 am
Print
header

કચ્છમાં અપહરણ બાદ હત્યા, રૂપિયા1.50 કરોડની ખંડણીનો કેસ, 1200 GB ડેટા સ્કેન કર્યાં બાદ હત્યાનું રહસ્ય ઉકેલાયું

કચ્છઃ એક સનસનીખેજ ચોંકાવનારી મર્ડર હિસ્ટ્રી સામે આવી છે. આ રહસ્યને ઉકેલવા માટે પોલીસે શહેરમાં 350 સીસીટીવી કેમેરામાંથી 1200 જીબી ડેટા શોધવો પડ્યો હતો અને ત્યારબાદ ઘટનાની કડીઓ મળી આવી હતી.પોલીસે વિદ્યાર્થીની હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.

અંજારના મેઘપર-બોરીચીમાં રહેતો 19 વર્ષીય યશ સંજીવ કુમાર તોમર 7 નવેમ્બરના રોજ કોલેજ ગયા બાદ ગુમ થયો હતો. આ મામલે ફરિયાદ મળ્યાં બાદ પોલીસે 15 દિવસ સુધી તપાસ કરી હતી. પોલીસનું કહેવું છે કે 7 નવેમ્બરે યશ તોમર ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો. આ પછી પરિવારજનો પોલીસ સ્ટેશન ગયા હતા અને આ મામલામાં એફઆઈઆર નોંધાવી હતી.પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં ત્યારે યશ સ્કૂટરની પાછળ કોલેજ બેગ સાથે બેઠેલો જોવા મળ્યો હતો. આ પછી યશનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

જ્યારે પોલીસે યશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ અજાણી જગ્યાએથી એક વીડિયો હતો, જેમાં યશ કહી રહ્યો હતો કે તે ફસાઈ ગયો છે. પોલીસે વીડિયોની તપાસ કરતાં આ જગ્યા ગાંધીધામના પંચમુખી હનુમાન મંદિર પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમ પંચમુખી હનુમાન મંદિર, ગાંધીધામ ટાગોર રોડ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં પહોંચી હતી. આ પછી તપાસ બાદ જમીન ખોદી તો યશની લાશ નીકળી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસને 15 દિવસ પછી પુરાવા મળ્યાં

આ ઘટનામાં પોલીસને એવા કોઈ પુરાવા મળ્યાં ન હતા કે હત્યા કરનાર આરોપીને શોધી શકાય. આ પછી પોલીસે શહેરમાંથી 350 સીસીટીવીનો 1200 જીબી ડેટા સર્ચ કર્યો હતો. હત્યાના 15 દિવસ બાદ પોલીસે CCTV ફૂટેજમાં યશ સાથે સ્કૂટર પર દેખાતા વ્યક્તિને શોધી કાઢ્યો હતો. યશની સાથે રાજેન્દ્રકુમાર કાલરિયા નામનો વ્યક્તિ હતો, જેને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. આ પછી તેણે ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું કે આ હત્યામાં અન્ય એક વ્યક્તિ પણ સામેલ છે.

પોલીસે રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશી કાલરીયા તેમજ કિશન માવજીભાઈ મહેશ્વરીની ધરપકડ કરી હતી.પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓએ લાંબા સમયથી અપહરણ અને ખંડણીની યોજના બનાવી હતી. ગાંધીધામના રહેવાસી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કાલરીયા સીટ કવર રીપેરીંગનું કામ કરે છે. તેને ધંધામાં નુકસાન થયું હતું, વાહનો વેચી દેવામાં આવ્યાં હતા અને ધંધો બંધ થઈ ગયો હતો. તેનું દેવું વધી ગયું હતું, તેથી દેવામાંથી મુક્તિ મેળવવા તેણે અપહરણનું કાવતરું ઘડ્યું હતું.

આરોપી વિદ્યાર્થીના પરિવાર સાથે પરિચિત હતો

યશ તોમરને આરોપીને ઓળખતો હતો. બંનેના પરિવાર એકબીજાને ઓળખતા હતા. આરોપીને ખબર હતી કે યશ તોમરનો પરિવાર આર્થિક રીતે સદ્ધર છે.જેથી તેણે યશનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે સિમકાર્ડ લીધું અને અન્ય વ્યક્તિને આર્થિક લાલચ આપીને કાવતરામાં સામેલ કર્યો. તેણે અજ્ઞાત સ્થળે ખાડો ખોદાવ્યો અને યશ તોમરનું અપહરણ કર્યું હતું. જ્યારે યશ તોમર કોલેજ જઈ રહ્યો હતો ત્યારે આરોપી રાજેન્દ્રએ તેને રોક્યો અને કહ્યું કે તેનું સ્કૂટર બગડ્યું છે અને તેને લિફ્ટની જરૂર છે. આ પછી રાજેન્દ્ર યશના સ્કૂટરની પાછળ બેસી ગયો હતો.

આ પછી તેઓ યશને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને તેની હત્યા કરી હતી અને ડમી સિમકાર્ડનો ઉપયોગ કરીને યશના પરિવારને ફોન કરી દોઢ કરોડની ખંડણી માંગી હતી. બંને આરોપીઓની યોજના એવી હતી કે પૈસા મળતાની સાથે જ તેઓ ફરાર થઈ જશે. ઘણી મહેનત બાદ પોલીસે આ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલ્યો હતો.

પોલીસે 10 કિ.મી સુધીના સીસીટીવી શોધી કાઢ્યા હતા

અંજારથી 10 કિમી દૂર આવેલા મેઘપર બોરીચી, આદિપુર જીઆઈડીસી વિસ્તાર, મણિનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાલ વિસ્તારમાંથી પોલીસની ટીમોએ 350 જેટલા સીસીટીવી કેમેરા સર્ચ કર્યાં હતા. આ કેમેરામાંથી 1200 જીબી ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch