Mon,29 April 2024,3:40 am
Print
header

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મહામુકાબલો, રોહિતની ઇનિંગ્સ અને વિરાટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની મુશ્કેલીઓ વધારી શકે છે

  • અમદાવાદમાં વર્લ્ડકપ 2023 ની ફાઇનલ મેચ
  • ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફાઇનલમાં સામ સામે
  • ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે ભારત ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે

વર્લ્ડકપ 2023 ફાઇનલઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICC વર્લ્ડકપ 2023માં ભારત અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હારી ગયું હતુ.

વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોના આંકડાઓ વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 13 વખત સામસામે આવી ચૂક્યાં છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 8 વખત જીતી છે,જ્યારે ભારતે 5 મેચ જીતી છે. રોહિતની ઇનિંગ્સ અને વિરાટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની મુશ્કેલીઓ વધારી શકે છે

વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થશે

આઈસીસીએ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી હતી. ICC વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 16.65 કરોડ રૂપિયા આપશે.

હાર્દિકે ટીમ ઈન્ડિયાને આપ્યો ખાસ સંદેશ

ઈજાના કારણે બહાર થયેલા હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાને ખાસ સંદેશ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે હવે કપ ઘરે લાવવાનો સમય આવી ગયો છે. મારો પ્રેમ અને પ્રાર્થના હંમેશા ટીમ સાથે છે.

મહાકાલ મંદિરમાં ભારતીય ટીમ માટે પ્રાર્થના

ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે ભારત માટે મહાકાલ મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી. મંદિરના પૂજારી જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને. અમને આશા છે કે ભારત જ આ મેચ જીતશે.

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ICC વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી ગયા છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ પહોંચી છે. તેણે કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું અને મને ખાતરી છે કે ભારત ટ્રોફી જીતશે.

યુપીના અમરોહામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને ખુશ કરવા માટે એક કલાકારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું 8 ફૂટનું પોટ્રેટ બનાવ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઇનલ માટે વેસ્ટર્ન રેલવેની ખાસ વંદે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી અમદાવાદ માટે રવાના થઈ છે.

ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે

અમદાવાદમાં ચાહકોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે, એક ક્રિકેટ ચાહકે કહ્યું, આપણે બધા આજે અમદાવાદમાં ફાઇનલ મેચ જોવાના છીએ.આશા છે કે આજે ભારત જીતશે અને દરેકનો સમય સારો રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે

19 નવેમ્બરે શકિતશાળી ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડકપ ફાઈનલ દરમિયાન અમદાવાદ શહેર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

આંધ્ર ક્રિકેટ એસોસિએશન 13 જિલ્લા મુખ્યાલયમાં આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચનું સ્ક્રીનીંગ કરવાની યોજના ધરાવે છે બીજી તરફ અકાસા એર એરલાઇન્સે એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને જણાવ્યું કે અમદાવાદમાં એરસ્પેસ બંધ થવાને કારણે શહેરમાં અને ત્યાંથી ફ્લાઇટ્સમાં વિલંબ થઈ શકે છે.

યુપીમાં વિદ્યાર્થીઓએ ટીમ ઈન્ડિયા માટે રંગોળી બનાવી હતી

સીતા ગ્રૂપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડકપની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને ખુશ કરવા રંગોળી અને માનવ સાંકળ બનાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch