Fri,26 April 2024,7:17 pm
Print
header

WhatsApp પર કૉલને રેકૉર્ડ કરવો છે ? આ રહી સરળ રીત

નવી દિલ્હીઃ Facebookની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક ઘણી જ લોકપ્રિય એપ છે. WhatsApp કૉલિંગનો ઉપયોગ તો આપણે બધા કરીએ છીએ પરંતુ ઘણીવાર સ્થિતિ એવી હોય છે કે આપણે કોઇનો ઇન્ટરવ્યૂં લઇ રહ્યા હોઇએ છીએ અને એવામાં કૉલ રેકૉર્ડ કરવાની જરૂર ઉભી થાય છે. WhatsApp પર કૉલને રેકોર્ડ કરી શકાય છે પરંતુ આના માટે અમે ઘણું રિસર્ચ કર્યું, પરંતુ WhatsApp પર કૉલ રેકોર્ડ કરવાની રીતે ઘણી અઘરી છે. આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે તમે એન્ડ્રોઇડ અને આઇફોન પર WhatsApp કૉલને રેકોર્ડ કરી શકો છો. 

એન્ડ્રોઇડ અને આઇફોનમાં WhatsApp કૉલને રેકૉર્ડ કરવાના બે વિકલ્પ છે. પરંતુ બન્ને વિકલ્પ સાથે સમસ્યા એ છે કે તે કેવળ પસંદગીના ડિવાઇસની સાથે જ કામ કરે છે. અહીં આપને જણાવી દઇએ કે સામેવાળી વ્યક્તિની અનુમતિ વગર કૉલ રેકોર્ડ કરવું અનૈતિક અને ગેરકાનૂની છે. આવા સંજોગોમાં તમે સામેવાળી વ્યક્તિને કૉલ રેકૉર્ડની જાણકારી અવશ્ય આપો. 
 
મેકની મદદથી આ રીતે રેકૉર્ડ કરો WhatsApp કૉલ
1) આઇફોનને લાઇટનિંગ કેબલની મદદથી Mac સાથે કનેક્ટ કરો
2) આઇફોન પર જોવા મળતા 'Trust this computer' પર ક્લિક કરો. જો તમે પહેલીવાર ફોનને કનેક્ટ કરી રહ્યા છો તો.
3) મેક પર  QuickTimeને ખોલો
4) ફાઇલ સેક્શનમાં આપને ન્યૂ ઓડિયો રેકોર્ડિંગ વિકલ્પ મળશે.
5) ક્વિકટાઇમમાં રેકૉર્ડ બટનની નીચેની તરફ ઇશારો કરી રહેલા arrow પર ક્લિક કરો અને iPhone વિકલ્પને પસંદ કરો
6) ત્યાર બાદ ક્વિકટાઇમમાં રેકૉર્ડ બટન પર ક્લિક કરો
7) ત્યાર બાદ પોતાના વ્હોટ્સએપથી કૉલ લગાવો
8) જેવા તમે કનેક્ટ થઇ જાઓ, યૂઝર આઇકોનને એડ કરી લો.ત્યાર બાદ તે વ્યક્તિનો નંબર પસંદ કરો જેની સાથે તમે વાત કરવા માંગો છો. ત્યાર બાદ તમારા કૉલને રેકૉર્ડ કરવાનું શરૂ કરી દેશે.
9) કૉલ સમાપ્ત થયા બાદ રેકૉર્ડિંગને બંધ કરો અને ફાઇલને મેક પર સેવ કરી લો.

વ્હોટ્સએપ વૉઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે.એપ પ્લે સ્ટોર પેજથી લિંક ગૂગલ સ્પ્રેડશીટમાં કેટલાક પસંદગીના ડિવાઇસના નામ છે જે VoIP રેકૉર્ડિંગ ફિચરને સપોર્ટ કરે છે. 
 
એન્ડ્રૉઇડ પર આ રીતે રેકૉર્ડ કરો WhatsApp કૉલ

1) સૌથી પહેલા ક્યૂબ કૉલ રેકૉર્ડર (Cube Call Recorder)ને ડાઉનલોડ કરો. એપ ઓપન કર્યા બાદ વ્હોટ્સએપ પર જાઓ. 
2) ત્યાર બાદ તે વ્યક્તિને કૉલ લગાવો જેની સાથે તમે વાત કરવા માંગો છો. 
3) જો આપને કૉલિંગ દરમિયાન ક્યૂબ કૉલ વિજેટ દેખાય તો તેનો અર્થ એ કે તમારા ફોનમાં કામ કરી રહ્યો છે. 
4) જો આપને error દેખાય છે તો ફરી એક વાર ક્યૂબ કૉલ રેકૉર્ડરને ખોલો. આ વખતે આપને એપ સેટિંગ સેક્શનમાં જવું પડશે અને અહીં આપને વૉઇસ કૉલમાં Force VoIP પર ક્લિક કરવું પડશે.
5) ફરી એકવાર વ્હોટ્સએપથી કૉલ લગાવો અને જુઓ કે શું હવે ક્યૂબ કૉલ રેકૉર્ડરનો વિજેટ શો થઇ રહ્યો છે કે નહીં.
6) જો તમને ફોનમાં ફરી  error દેખાય છે તો તેનો અર્થ તે તમારા ફોન પર કામ નહીં કરે. 
 
એન્ડ્રોઇડ યૂઝર માટે અન્ય વિકલ્પ

એન્ડ્રોઇડ યૂઝર પાસે એક અન્ય વિકલ્પ પણ છે અને તે છે તમે તમારા ડિવાઇસને રૂટ કરી શકો છો પરંતુ અમે આપને આ સ્ટેપ કરવાની સલાહ નહીં આપીએ.કારણ કે તેમાં ફોનની સિક્યુરિટી જોખમાય છે. તેમ છતાં તમારે કરવું હોય તો રૂટ કર્યા બાદ XDA પર ઉપલબ્ધ એસસીઆર સ્ક્રીન રેકોર્ડર એપનો ઉપયોગ કરી શકો છો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar