Fri,26 April 2024,12:50 pm
Print
header

લોકો કહે છે આ બસો સળગાવનારાને વોટ ન આપતા, વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક સામે રોષ- Gujarat Post News

હવે હાર્દિક માટે ભાજપની શરણમાં જ સુખ ! 

હાર્દિક પટેલે ભાજપના વખાણ કરીને કહ્યું ગુજરાતમાં ડબલ નહીં ટ્રિપલ એન્જિન સરકારની જરૂર

અમદાવાદઃ વિરમગામ વિધાનસભા બેઠક પર એક તરફ ભાજપના જ નેતાઓ હાર્દિકને ઘરભેગો કરવા સક્રિય છે, બીજી તરફ પાટીદાર સમાજમાં પણ હાર્દિક સામે રોષ છે, લોકો કહે છે આ સ્વાર્થી વ્યક્તિ પહેલા ભાજપની સામે થયો અને પછી ભાજપની ખિસકોલી બનીને ટિકિટ લઇને ભાજપની શરણમાં પહોંચી ગયો. સોશિયલ મીડિયામાં તેની સામે રોષ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હાર્દિકે તેના પ્રચારના ફોટો મુક્યાં તો લોકો તેના પર કહી રહ્યાં છે કે પાટીદાર અનામત આંદોલનના નામે ગુજરાતમાં તોફાનો કરાવનારા અને બસો સળગાવનારા આ હાર્દિક પટેલને વોટ ન અપાય, બીજી તરફ હાર્દિકે ભાજપના વખાણ કરતા કહ્યું કે ગુજરાતમાં ડબલ નહીં પરંતુ ટ્રિપલ એન્જિન સરકારની જરૂર છે. હું પણ વિકાસની વાત કરવા માંગુ છું.

જો કે વિરમગામ બેઠક પર હાર્દિક પટેલે જીતની આશા વ્યક્ત કરી છે, પરંતુ અહીં પહેલાની ચૂંટણીઓ જોઇએ તો ભાજપ માટે જીત મુશ્કેલ છે અને આ વખતે ભાજપે અનેક સિનિયર નેતાઓને સાઇડ લાઇન કરીને હાર્દિક પટેલને ટિકિટ આપી છે. જેથી ભાજપમાં જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે, જોવું રહ્યું કે ભાજપે કંઇ રણનીતિ અંતર્ગત હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપી છે, જો કે આ બેઠક પર હાર્દિકની હારથી પણ ભાજપને કોઇ ખાસ ફરક નહીં પડે તેવું પણ રાજકીય નિષ્ણાંતો કહી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch