Sat,27 July 2024,2:41 pm
Print
header

હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત આ શહેરોમાં પડશે કમોસમી વરસાદ

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળઝાળ ગરમીથી છૂટકારો મળ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 27, 28 અને 29 તારીખે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવામાં વધી રહેલા ભેજના કારણે વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, મધ્યમાં આણંદમાં પણ વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે તેજ પવન સાથે વરસાદ થશે. ગઈકાલે સાંજે પણ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવના છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch