Mon,29 April 2024,11:41 am
Print
header

ગુજરાતમાં બે દાયકાઓ પહેલા રમખાણો થતા હતા, આજે શાંતિવાળુ રાજય છે આપણું ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલ- Gujarat Post News

પંચમહાલઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાને ભાજપ સરકારે કરેલા કામોનો હિસાબ આપવા તેના મંત્રીઓ અને કેન્દ્રના નેતાઓ જાહેરસભાઓ કરી રહ્યાં છે, આજે  સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમને જણાવ્યું કે ભાજપ પ્રજા માટે કામ કરતી પાર્ટી છે. ભાજપ પ્રજાના પ્રશ્નોને વાંચા આપનારી અને નિરાકરણ કરનારી પાર્ટી છે. ગુજરાતની જનતાએ ભાજપનુ કામ જોયું છે, લોકો ભાજપના કામથી સંતુષ્ટ છે અને એટલ જ ભાજપ સાથે રહે છે.

અમારી સરકાર જે યોજનાઓ જાહેર કરે છે તે છેવાડાના માનવી સુધી પહોંચે છે. આજે આદિવાસી સમાજના દીકરાઓ ભણી ગણીને આગળ આવ્યાં છે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે તેની પાછળનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરેલી મહેનતનું પરિણામ હવે મળી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી હતી, જેથી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે છે. ગુજરાતમાં આજે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે રાજપીપળા ખાતે રૂ.530 કરોડના ખર્ચે નવી કોલેજનું ખાતમુહૂર્ત કરાયું છે. આજે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ બની છે.

તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બે દાયકાઓ પહેલા ગુજરાતમાં જે રમખાણો થતા હતા, તે રમખાણો પર ભારતીય જનતા પાર્ટીએ કાબુ મેળવી લીધો છે. હાલમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં જીવી રહ્યાં છે. પટેલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેર ડીંડોરને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં હળવા મૂડમાં જોવા મળ્યાં હતા, તેમને સભા સ્થળે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી અને કાર્યકર્તાઓને મળવા પહોંચ્યાં હતાં. લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch