Tue,07 May 2024,12:39 am
Print
header

Breaking News- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% OBC અનામત લાગુ કરાયું

ST-SC અનામતમાં કોઇ ફેરફાર નથી કરાયો
ઓબીસીને 27 ટકા અનામતનો મળશે લાભ
ઓબીસી સમાજના નેતાઓમાં ખુશીનો માહોલ
મહાનગરપાલિકાઓ, પાલિકાઓમાં વધશે પ્રભુત્વ

ગાંધીનગરઃ આજે રાજ્યની ભાજપ સરકારે એક મોટી જાહેરાત કરીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરી દીધું છે, પહેલા આ આંકડો 10 ટકા હતો, ઝવેરી કમિશનના રિપોર્ટને આધારે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે આ નિર્ણય કર્યો છે.

કેબિનેટની બેઠક બાદ મંત્રી રુષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે ઝવેરી આયોગની ભલામણોને આધારે આ નિર્ણય કરાયો છે, હવે સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં ઓબીસીને 27 ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

અમારા આંદોલનને કારણે સરકારે કરવી પડી જાહેરાતઃ કોંગ્રેસ નેતા અમિત ચાવડા

કોંગ્રેસે અગાઉ આ મુદ્દો ઉપાડ્યો હતો

રાજ્ય સરકારે 2022 માં ઝવેરી કમિશનની નિમણુંક કરી હતી અને આજે સરકારે આ રિપોર્ટ જાહેર કરીને અનામત લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. જેથી હવે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો તેમજ શહેરી વિસ્તારોમાં આ અનામત લાગુ કરી દેવામાં આવશે.હવે ઓબીસી સમાજના લોકોને વધારે પ્રતિનિધિત્વ કરવા મળશે. જસ્ટીસ કલ્પેશ ઝવેરીની ભલામણોને આધારે આ રિઝર્વેશન લાગુ કરાયું છે, જો કે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે તેવા વિસ્તારોને લઇને કેટલીક સ્પષ્ટતાઓ ટૂંક સમયમાં થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch