Mon,29 April 2024,7:51 am
Print
header

ગુજરાતમાં હવે કોઈ દાદો નથી દેખાતો, માત્ર ગામમાં હનુમાન દાદા જ છેઃ અમિત શાહ- Gujarat Post News

અમિત શાહે જસદણમાં સભાને સંબોધન કર્યું

સભામાં શાહે કોંગ્રેસની કાઢી ઝાટકણી 

રાજકોટઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જસદણમાં સભાને સંબોધન કરતા કહ્યું કે, આ જસદણ સભાની સીટ નથી આ કુંવરજીભાઈના કામની સીટ છે. જસદણના સૌ નાગરીકોને કહેવું છે કે, મેં તેમને વિધાનસભામાં કામ કરતા જોયા છે.નાની પત્રિકાઓમાં આ વિસ્તારના કામોની વાત તેઓ લખીને રાખતા હતા. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમનું મનથી ભાજપે સ્વાગત કર્યું. આ જલારામ બાપુની ભૂમિ છે. માનવ સેવાની વ્યાખ્યા કેવી હોય તેનો એક પણ શબ્દ બોલ્યાં વિના સંદેશો આપ્યો હતો. જલારામ બાપાને પ્રણામ કરીને હું મારી વાત શરુ કરી રહ્યો છું.

2022માં ચૂંટણીમાં તમારે મત આપવાનો છે, તમે એવું ન વિચારતા કે તમારો મત માત્ર કુંવરજીભાઈને ધારાસભ્ય બનાવવા માટે છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે આપો છો. કોંગ્રેસીયાઓએ દેશમાં વર્ષો સુધી રાજ કર્યું છે. અહીં ઘરમાં વારા કરીને ન્હાવું પડતું હતું. પરતુ હવે ભાજપની સરકારે પાણીની જરૂરિયાત પુરી કરી નાખી છે. સૌરાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ ચેકડેમો બનાવ્યાં છે. 

સરદાર સરોવરનું ભૂમિ પૂજન મારા જન્મના 1 વર્ષ પહેલા કર્યું હતું ત્યારે પાણી પહોંચતા કેટલો સમય થયો. આટલા વર્ષો સુધી કોંગ્રેસે ભૂમિને તરસી રાખી, 35 વર્ષની ઉંમરમાં વાળ ધોળા થઈ ગયા અને ઘડપણ વહેલું આવી ગયું, તેવું ક્લોરાઈડવાળું પાણી પીવાના કારણે આવું થતું. આ પાણી રોકવાનું કામ કરવામાં આવતું હતું. નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની ના પાડી ત્યારે મનમોહન સરકાર સામે નરેન્દ્ર મોદી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને તેમને ઝૂકાવ્યાં હતા. 

2014 માં ઝાડુના નિશાન પર મેઘા પાટકરને ટિકિટ અપાઈ હતી, જેમને ગુજરાતમાં નર્મદાનું પાણી આવતા રોક્યું હતું. અત્યારે ઝાડુવાળાને ખબર છે કે, હાલમાં ગુજરાતમાં મેઘા પાટકરને ન લઈ જવાય, પરંતુ ઝાડ઼ુવાળાને પૂછજો મેઘાબેનને લડાવ્યાં કેમ હતા.

2005માં નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઈ વધારવાનો નિર્ણય લીધો અને વડાપ્રધાન બનતાની સાથે જ 15 દિવસમાં દરવાજા લગાવીને સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી પર પાણી પહોંચાડાયું હતુ. ત્રણ તબક્કામાં સૌની યોજના લાવ્યાં અને સૌરાષ્ટ્રમાં તેને કારણે ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં હું 10 જિલ્લાઓમાં જઈ આવ્યો છું, અત્યારે ટેકાના ભાવ સારા મળી રહ્યાં છે.આખા સૌરાષ્ટ્રની તરસ ભાંગવાનું કામ ભાજપે કર્યું છે. 

અમારી સરકારમાં ગુંડાઓનો સફાયો થઇ ગયો 

અમિત શાહે કહ્યું કે પહેલા ગુંડાઓનો ત્રાસ હતો, હવે ક્યાંય દેખાતા નથી. હવે કોઈ દાદો નથી દેખાતો, માત્ર ગામમાં હનુમાન દાદા જ છે. કાયદો અને વ્યવસ્થા અને શાંતિનું રાજ ભાજપ લાવી છે જ્યાં શાંતિ ન હોય ત્યાં વિકાસ પણ ના થાય, અમારી સરકારે શાંતિ સ્થાપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch