Fri,26 April 2024,9:54 am
Print
header

ગુજરાતની આ વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી 24 દાવેદારોએ માંગી છે ટીકીટ- gujaratpost

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા  ટીકીટને લઇને બનાસકાંઠાનું રાજકરણ ગરમાયું 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે ચૂંટણીમાં ટીકીટને લઈને રાજકરણ શરૂ થઇ ગયું છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ ટીકીટ માટે લોબિંગ કરી રહ્યાં છે.દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના 24 દાવેદારો ઉભા થયા છે. 

બનાસકાંઠાના ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના મોવડી મંડળે 24 દાવેદારોના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને આપ્યાં હોવાની ચર્ચાઓ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં ઉમેદવારોને લઇને રણનીતિ તૈયાર થઇ રહી છે.

24 દાવેદારોમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ નથી.હવે ચર્ચાઓ થઇ રહી છે કે કેશાજીને ટીકીટ ન આપવાની પણ રજૂઆત કરાઇ છે.ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યાં છે.જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશાજી ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો હતો.તેઓ કોંગ્રેસના શીવા ભુરિયા સામે હારી ગયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch