Sun,28 April 2024,4:51 pm
Print
header

ગુજરાતીઓએ બતાવી દીધું કે અમારે કંઇ મફતનું નથી જોઇતું, મોદીની આંધીમાં આપના દિગ્ગજો ઘર ભેગા

આપના ઇસુદાન, ગોપાલ અને કથિરીયાની હાર 

અમદાવાદઃ ગુજરાત વિધાનભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી હારી ગયા છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને યુવા પાટીદાર ચહેરો અલ્પેશ કથીરિયાની પણ હાર થઇ છે. સૌરાષ્ટ્રને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવી રહ્યો છે. અહીં પણ ભાજપે આપ અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે જે બેઠકો ભાજપ પાસેથી છીનવાઇ હતી,તે આ વખતે ભાજપને મળી રહી છે.

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ભાજપે દાહોદ સીટ પર જીત મેળવી છે. અહીં કનૈયાલાલ કિશોરીને 29350 મતથી વિજય થયો છે અને 149 સીટ પર આગળ છે. જ્યારે આપ 6, કોંગ્રેસ 21 પર આગળ છે, કુતિયાણાથી કાંધલ જાડેજા એસપીમાંથી ચૂંટણી જીત્યાં છે.

નોંધનિય છે કે આપે વીજળી મફત આપવા સહિતની અનેક જાહેરાતો કરી હતી, કેજરીવાલે અનેક રોડ શો કર્યાં હતા તેમ છંતા ગુજરાતની જનતાએ ફરીથી કમળ ખિલવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch