Sun,28 April 2024,5:15 pm
Print
header

156 બેઠકોનો ભાજપનો નવો રેકોર્ડ, આપના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, કોંગ્રેસને વિપક્ષમાં બેસવા જેટલી પણ બેઠકો ન મળી

ગુજરાતમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આપને 5 બેઠકો મળી 

ભાજપને 52.80 ટકા, કોંગ્રેસને 27.28 ટકા, આપને 12.92 ટકા મત મળ્યાં

 

અમદાવાદઃ મોદીની આગેવાનીમાં ફરીથી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર બનવા જઇ રહી છે, આપ- કોંગ્રેસના અનેક વચનો અને લાલચો છંતા ગુજરાતની જનતાએ ભાજપને જ વોટ આપ્યાં, છેલ્લે કોંગ્રેસે જાતિવાદનું પાસું નાખીને જનતાને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી, હવે કોંગ્રેસની હાલત એવી થઇ છે તે વિધાનસભામાં વિપક્ષમાં બેસવા માટે જે જોઇએ એટલી બેઠકો પણ લાવી શકી નથી.

આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, વિસાવદરથી ભૂપત ભાયાણી, બોટાદથી ઉમેશ મકવાણા, ગારિયાધારથી સુધીર વાઘાણી, જામ જોધપુરથી હેમંત ખવાનો વિજય થયો છે. જો કે આપને ગુજરાતમાંથી 40 લાખ વોટ મળતા તેનો રાષ્ટ્રીય પાર્ટી બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જ્યારે અન્ય 3 બેઠકો પર અપક્ષ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થઇ છે.

હવે કોંગ્રેસે પોતાની દુર્દશા માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવીને તેને ભાજપની જ બી ટીમ ગણાવી છે, જ્યારે આમ આદમી પાર્ટી પાસે હાર માટે કોઇ યોગ્ય જવાબ નથી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch