Mon,06 May 2024,8:47 pm
Print
header

ફરીથી ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાની ચર્ચાઓ, દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની મોદી- શાહ સાથે બેઠક

(ફાઇલ ફોટો)

સારા પદની રાહ જોઇને બેઠા છે અનેક ધારાસભ્યો અને નેતાઓ

મંત્રીમંડળના વિસ્તરણની ફરીથી ચર્ચાઓ થઇ શરૂ

નવી દિલ્હીઃ ફરી એક વખત ગુજરાત ભાજપની સરકાર અને સંગઠનમાં ફેરફારની ચર્ચાઓએ પાછું જોર પકડ્યું છે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હીમાં છે, અહીં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ નેતાઓની બેઠક થઇ છે, ભૂપેન્દ્ર પટેલ થોડા દિવસો પહેલા જ પીએમ મોદીને મળ્યાં હતા અને આજે ફરીથી તેઓ દિલ્હી પહોંચ્યાં છે.

સંગઠન મહામંત્રી રત્નાકર તથા મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા. લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે, ચર્ચાઓ છે કે ગુજરાતમાં મંત્રીમંડળમાં વધારાનું ભારણ ઓછું કરવા માટે નવા ચહેરાઓને કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. નવરાત્રીમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ કરાય તેવી પ્રબળ શક્યતાઓ અહીં દેખાઇ રહી છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર નક્કિ જેવા છે, જેમાં ખાલી પડેલા પદો પર નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સંગઠનને મજબૂત બનાવવા પાર્ટી મોટો નિર્ણય લઇ શકે છે અને કેટલાક વિશ્વાસુ નવા ચહેરાઓને કમલમમાં જગ્યા મળી શકે છે.

મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું લઇ લીધા બાદ એવી પણ ચર્ચા છે કે ભાજપ હાઇ કમાન્ડ તેમના નજીકના અન્ય નેતાઓને પણ ઘરભેગા કરી શકે છે. બીજી તરફ બોર્ડ-નિગમોમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ પર કેટલાક ધારાસભ્યો અને નેતાઓની નિમણુંક કરીને તેમને લોકસભાની તૈયારીઓમાં લાગી જવા કહેવામાં આવી શકે છે, જો કે આ બધી શક્યતાઓ અને ચર્ચાઓ છે હવે બધાને ચોંકાવનારા મોદી અને અમિત શાહ શું નિર્ણય કરે છે તેના પર સૌ કોઇની નજર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch