Fri,26 April 2024,6:28 am
Print
header

પાટીદારોના ગઢ મહેસાણામાં PM મોદી કરશે રેલી, આજે 4 જનસભાઓને સંબોધિત કરશે- Gujarat Post News

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે મોદીની સાથે ભાજપના મોટા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં છે. મોદી મહેસાણા, દાહોદમાં રેલીઓ કરશે. આ સાથે જ તેઓ ભાવનગર અને વડોદરામાં પણ  જનસભાઓ કરવાના છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મેદાનમાં ઉતરશે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારકોના કાર્પેટ બોમ્બિંગ બાદ આજે ખુદ ભાજપના સૌથી મોટા પ્રચારક વડાપ્રધાન મોદી ફરી એકવાર પોતાના ગૃહ રાજ્યમાં છે. તેઓ કુલ 4 રેલીઓ કરશે.

વડાપ્રધાન મોદી બપોરે 1 વાગ્યે મહેસાણામાં, દાહોદમાં બપોરે 3.30 વાગ્યે, વડોદરામાં સાંજે 5.30 વાગ્યે અને સાંજે 7.30 કલાકે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે. 24 નવેમ્બરે પીએમ મોદી પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં રેલી કરશે. મોદીએ અત્યાર સુધી ગુજરાતમાં 16 રેલીઓ કરી છે અને બીજા તબક્કાના મતદાન પહેલા તેઓ વધુ 35 રેલીઓ કરશે. એટલે કે કુલ 51 રેલીઓ કરશે. જે રાજ્યમાં 26 લોકસભા સીટો છે, એટલે કે પીએમ દરેક સીટ પર સરેરાશ 2 રેલીઓ કરી રહ્યાં છે. જેમાં 182 વિધાનસભા બેઠકો આવી જાય છે. આજે ગુજરાતમાં મોદી  એકલા નહીં હોય, તેમના સિવાય પાર્ટીના મોટા સ્ટાર પ્રચારકો પણ અલગ અલગ પ્રદેશોમાં હશે. તેમના સિવાય અમિત શાહ, જેપી નડ્ડા અને ફાયરબ્રાન્ડ સીએમ યોગી આદિત્યનાથ પણ અલગ અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

મોદી બપોરે 1 વાગ્યે પાટીદારોના ગઢ મહેસાણામાં રહેશે. મહેસાણા એ બેઠક છે જ્યાં ભાજપ છેલ્લા 32 વર્ષથી જીતતી આવી છે, જો કે અહીંયાથી જીતેલા નીતિન પટેલને આ વખતે ટિકિટ નથી મળી, તેમની જગ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. મહેસાણા બાદ વડાપ્રધાન બપોરે 3.30 વાગ્યે દાહોદ જશે.દાહોદ ગુજરાતનો એવો જિલ્લો છે જ્યાં 6 માંથી 6 બેઠકો આદિવાસી સમાજ માટે સુરક્ષિત છે. 2017માં કોંગ્રેસે 3 અને ભાજપે 3 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે વડાપ્રધાન મોદી અહીં ભાજપની તરફેણમાં 100 ટકા ગણતરી કરવા માગે છે. વડાપ્રધાન મોદીની આજે ત્રીજી રેલી વડોદરામાં અને ચોથી રેલી ભાવનગરમાં છે.

પ્રચારમાં ભાજપ સામે બીજી કોઈ પાર્ટી જોવા મળતી નથી

2017ની ચૂંટણીમાં ભાજપે વડોદરાની 10માંથી 8 બેઠકો જીતી હતી. વડોદરામાં કોંગ્રેસને 2 બેઠકો મળી હતી, ત્યારે રાહુલ ગાંધીનો સ્ટ્રાઇક રેટ 20 ટકા હતો. અહીં પણ મોદી 100 ટકા સ્ટ્રાઈક રેટ ઈચ્છે છે, જેને કારણે પીએમ ત્રણ સપ્તાહમાં બીજી વખત વડોદરા આવી રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી લડી રહેલી અન્ય પાર્ટીઓની કમાન માત્ર એક-બે સ્ટાર પ્રચારકો સંભાળી રહ્યાં છે ત્યારે ભાજપ તરફથી માત્ર પીએમ કે ગૃહમંત્રી જ નહીં પરંતુ મોટા નેતાઓ મેદાનમાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch