Mon,29 April 2024,11:29 am
Print
header

ગુજરાતમાં આજે ભાજપનો મેગા પ્રચાર, એક સાથે 93 બેઠકો પર રેલી, નડ્ડા-શાહ સંભાળશે કમાન- Gujarat Post News

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર પ્રચાર કરી રહી છે.ભાજપ આજે એક જ દિવસમાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં મેગા પ્રચાર કરવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ આજે અમદાવાદમાં એક સાથે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.નિકોલમાં જેપી નડ્ડા, સાબરમતીમાં અમિત શાહ, નરોડામાં હિમંત બિસ્વા શર્મા, વેજલપુરમાં જયરામ ઠાકુર, બાપુનગરમાં મનોજ તિવારી, દાણીલીમડામાં અર્જુન રામ મેઘવાલ,અસારવામાં ગજેન્દ્રસિંહ શેખાવત, મણિનગર માં  દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી પ્રચાર કરશે.

આજે ભાજપ જે બેઠકો પર પ્રચાર કરવા જઈ રહી છે તે બેઠકો પર બીજા તબક્કામાં મતદાન છે, પરંતુ ભાજપે આ વિસ્તારોમાં પોતાના સ્ટાર પ્રચારકોને મૂકીને ગુજરાતની ચૂંટણી તેના માટે કેટલી મહત્વની છે તે દર્શાવ્યું છે.

બીજા તબક્કામાં મતદાનઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો

ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે, 8 ડિસેમ્બરે મતગણતરી થશે.પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે.બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે. 1995થી લઈને અત્યાર સુધી ભાજપ સતત છ વિધાનસભા ચૂંટણી જીત્યું છે. પાર્ટી જીતનો સિલસિલો જાળવી રાખવા માંગે છે. સામાન્ય રીતે ગુજરાતમાં મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવીને ચૂંટણીને રસપ્રદ બનાવી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch