Fri,26 April 2024,9:52 am
Print
header

ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાનું કુંભારિયા સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ આજે ​​25 મે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.

બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયુ છે. આ વર્ષનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે.  WWW.GSEB.ORG પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. અથવા WhatsApp ના માધ્યમથી પરિણામ જાણી શકાશે. આ માટે 6357300972 નંબર પર વ્હોટ્સએપથી પર પરિણામ જોઈ શકાશે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા, સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા, દાહોદ જિલ્લામાં 40.75 ટકા પરિણામ જાહેર થયું છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રાજ્યમાં 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે 9.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

પરિણામ તપાસવાની રીત

પગલું 1: બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
પગલું 2: હોમપેજ પર, SSC પરિણામ લિંક પર ક્લિક કરો.
પગલું 3: તમારા ઓળખપત્રો દાખલ કરો જેમ કે 7 અંકનો સીટ નંબર અને લોગ ઇન કરો.
પગલું 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.
પગલું 5: તમારા પરિણામની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch