Mon,29 April 2024,3:42 am
Print
header

Google ભારતમાં લાવશે AI ડૉક્ટર, જે માત્ર એક્સ-રે જોઈને જ બીમારી વિશે જણાવશે !

ગુગલ ઈન્ડિયાએ મોટી બીમારીઓ શોધવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી છે. ગુગલે કહ્યું કે આવા AI ડોક્ટર તૈયાર કરવામાં આવ્યાં છે, જે AI સક્ષમ ચેસ્ટ એક્સ-રે દ્વારા પ્રારંભિક તબક્કામાં ઘણા જીવલેણ રોગોને શોધી કાઢશે. જેના કારણે દર્દીઓને પ્રારંભિક તબક્કામાં સારવાર મળી શકે છે અને તેમને બચાવી શકાય છે.

પરીક્ષણ 10 વર્ષ માટે મફત રહેશે

ગુગલે તેના બ્લોગ દ્વારા જણાવ્યું કે આ AI ટેક્નોલોજી દ્વારા સ્તન અને ફેફસાના કેન્સર જેવી ગંભીર બીમારીઓને શરૂઆતના તબક્કામાં સરળતાથી શોધી શકાય છે.એપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ સાથે અમારું AI મોડલ ભારતીયોની વચ્ચે લાવવામાં આવશે. તે આગામી 10 વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ પ્રદાન કરશે. તેનો લાભ ભારતના તે દૂરના વિસ્તારોમાં પહોંચશે જ્યાં રેડિયોલોજિસ્ટની ભારે અછત છે.

ટેક કંપનીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે 1 કરોડથી વધુ લોકો ટીબી જેવી બીમારીનો શિકાર બને છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ 13 લાખ લોકો આ રોગને કારણે જીવ ગુમાવે છે. ટીબીની સારવાર કરી શકાય છે, પરંતુ સારવારમાં વિલંબ થવાને કારણે તે અન્ય લોકોમાં ફેલાય છે અને તેઓ પણ તેના માટે સંવેદનશીલ બની જાય છે.

પ્રારંભિક તબક્કામાં રોગની ઓળખ થશે

ગુગલે કહ્યું કે ટીબી શોધવાની સામાન્ય પદ્ધતિ ચેસ્ટ એક્સ-રે છે. ભારતના ઘણા વિસ્તારોમાં એવા કોઈ પ્રશિક્ષિત રેડિયોલોજિસ્ટ નથી કે જેઓ છાતીનો એક્સ-રે જોઈને પ્રારંભિક તબક્કામાં ટીબીને સરળતાથી શોધી શકે. આ સમસ્યા ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ છે. ગુગલ હેલ્થકેર તેની સિસ્ટમ AI ટેક્નોલોજી સાથે ઇન્સ્ટોલ કરશે અને પ્રારંભિક તબક્કામાં જ ટીબીને શોધી શકશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch