Fri,26 April 2024,5:06 pm
Print
header

સુરતમાં લગ્નના બહાને છૂટાછેડા લીધેલી મહિલા પર સામૂહિક બળાત્કાર, 2 આરોપીઓની ધરપકડ - Gujarat Post

સુરતઃ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નંદનવન સોસાયટીમાં 27 વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.મહિલાને લગ્નનું બહાનું આપવામાં આવ્યું હતું. આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીએ મહિલાનો ન્યૂડ વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગેંગરેપમાં સામેલ ત્રણમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

ફૂટપાથ પર માસ્ક વેચીને પોતાનું અને બાળકનું ભરણપોષણ કરતી મહિલાની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નંદનવન સોસાયટીના જયેશ ઉર્ફે જય હેમંત સાથે મુલાકાત થઈ હતી.દોઢ મહિના પહેલા થયેલી મુલાકાત મિત્રતામાં બદલાઈ ગઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જયેશે લગ્નના નામે મહિલાનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી જયેશે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોને આધારે જયેશ મહિલાને સતત બ્લેકમેલ કરતો હતો.

8મી મેના રોજ સાંજે 6:30 વાગ્યે જયેશે મહિલાને પોતાના બંગલે બોલાવી હતી. જ્યાં તેના બે મિત્રો પણ હાજર હતા. જયેશે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ તેના મિત્ર યોગેશ ઉર્ફે યોગી પવારે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું. ત્રીજો આરોપી ધ્રુવ વીડિયો બનાવી રહ્યો હતો. ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 323, 504, 506 અને 114 હેઠળ એફઆઈઆર નોંધીને બે લોકોની ધરપકડ કરી છે.પોલીસ ફરાર ધ્રુવની શોધખોળ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch