Fri,26 April 2024,6:24 pm
Print
header

ગાંધીનગરઃ અડાલજમાં અડધી સળગેલી અને માથું ધડથી અલગ કરાયેલી બે લાશો મળી- Gujarat Post

(અડધી સળગી ગયેલી બે લાશો પાસેથી મળેલી વસ્તુઓ)

ગાંધીનગરઃ અડાલજમાં અડધી સળગી ગયેલી બે લાશો મળી આવતા હડકંપ મચી ગયો છે, એક મહિલા અને પુરૂષની લાશ મળતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવીને બંન્ને લાશોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. બંને લાશોને પહેલા ધડથી અલગ કરી દેવાઇ હતી.ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, પુરાવા છૂપાવવા બંનેના શરીરને સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો.

અડાલજ ગામની નર્મદા કેનાલ પાસે ખુલ્લી જગ્યા પર મહિલા અને પુરૂષની અડધી સળગી ગયેલી લાશો મળી છે.આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી હતી, પોલીસ તપાસમાં માથું, હાથ અને શરીરના કેટલાક અંગ અલગ આવ્યાં હતા. બંનેની ઉંમર લગભગ 35 થી 40 વર્ષની વચ્ચે છે. પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી છે.બંને વ્યક્તિની લાશોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

પોલીસે આ કેસમાં અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.છેલ્લા એક મહિનાની મિસિંગ અરજી પરથી તપાસ કરાઇ રહી છે. બંને વ્યક્તિઓની લાશ પાસેથી જે વસ્તુઓ મળી છે તેના પરથી ઓળખ થઇ શકે છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch