Fri,26 April 2024,11:22 am
Print
header

કાળઝાળ ગરમીમાં આ 5 વસ્તુઓ આપશે તમને અંદરથી ઠંડક, શરીર પણ રહેશે હાઇડ્રેટેડ- Gujarat Post

કાળઝાળ ગરમીથી દરેક લોકો પરેશાન છે. ઉનાળામાં લોકો ઠંડક મેળવવા માટે અલગ-અલગ રીતો અપનાવે છે. આ ઋતુમાં લોકો ઘણીવાર ડીહાઈડ્રેશનનો શિકાર બને છે અન્ય બીમારીઓ પણ તેમને ઘેરી લે છે. ઉનાળાની ઋતુમાં પાણીના અભાવે ઝાડા-ઊલટીની સમસ્યા પણ સર્જાય છે.ઉનાળામાં તમારે ડાયટમાં એવા ડ્રિંક્સનો સમાવેશ કરવો જ જોઈએ જે શરીરને હાઈડ્રેટ રાખે છે, સાથે જ ડાયટમાં એવી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે તમને ફ્રેશ રાખવા ઉપરાંત સ્વસ્થ રહેવામાં પણ મદદ કરી શકે છે. 

નારિયેળ પાણી પુષ્કળ પીવો

નાળિયેર પાણીમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો અને ખનીજો હોય છે. નાળિયેર પાણીમાં રહેલા ગુણો ગરમીમાં ખોવાઈ ગયેલા પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સને ફરી ભરે છે. એટલા માટે ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.

કેરીનો જ્યૂસ

કેરીમાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કેરી ખાવાથી પણ શરીર ઠંડુ રહે છે. એટલા માટે ઉનાળામાં કેરીનો જ્યુસ પીવું જોઈએ.

તરબૂચ

તરબૂચ શરીરમાં પાણીની કમી નથી થવા દેતું કારણ કે તેમાં લગભગ 92 ટકા પાણી હોય છે. આ સિવાય તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તરબૂચનું સેવન કરવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે.

લીંબુ શરબત

ડિહાઇડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.આ રોગોથી બચવા માટે રોજ લીંબુ-પાણી પીવો. લીંબુમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં હોય છે, જે ડિહાઈડ્રેશનને કારણે થતા રોગો સામે લડવામાં અસરકારક છે. વિટામિન સીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

કાકડી ખાઓ

તે આપણને હાઇડ્રેટેડ રાખીને ડિહાઇડ્રેશનથી બચાવે છે, કારણ કે કાકડીમાં 80 ટકા પાણી હોય છે. કાકડી હૃદય માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તે આંતરડાને પણ સાફ કરે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar