Fri,26 April 2024,2:22 pm
Print
header

દબંગ સુપરસ્ટાર સલમાન ખાનનું તેરે બિનાનું ગીત રિલીઝ, ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે સોંગ

કોરોનાની મહામારી અને લોકડાઉનથી લોકો કંટાળી ગયા છે, ત્યાં સલમાન અને જેકલીન ફર્નાડીઝના નવું સોંગ રિલીઝ થવાથી તેમના ફેન્સના ઉત્સાહમાં વધારો થયો છે, છેલ્લા ઘણા દિવસથી બોલીવુડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ તેના નવા ગીતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, ગીતના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી, 'તેરે બિના' ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે, ગીત આવવાની સાથે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે, 

લોકોને સલમાન ખાન અને જેકલીન ફર્નાડીઝનો આ રોમેન્ટિક અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે, ગીતના રિલીઝની જાણકારી સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર વોલ પર આપી છે, તેણે ગીતની યૂટ્યૂબ લીંક પણ શેર કરી છે, ગીત રિલીઝ થયાની 25 મિનિટમાં બે લાખ વ્યૂ મળી ચુક્યા છે, લોકડાઉનમાં સલમાને તેના ફેન્સને આ ગીત દ્વારા મનોરંજન પૂરુ પાડ્યું છે.

ગીત તેરે બિના સલમાન ખાન દ્વારા ડાયરેક્ટ અને તેના અવાજમાં ગાવામાં આવ્યું છે અને ગીતને તેના મિત્ર અજય ભાટિયાએ કંપોઝ કર્યુ છે. તેને શબ્બીર અહમદે લખ્યું છે, તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ પર ફિલ્માવવામાં આવેલા આ લવ સોંગને તેના પનવેલ ફાર્મહાઉસમાં સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ દિશા-નિર્દેશો હેઠળ શૂટ કરવામાં આવ્યું છે, આ પ્રથમવાર છે જ્યારે બંન્ને પોતાની સુપરહિટ ફિલ્મ કિક બાદ એક સાથે ફરીથી સ્ક્રીન શેર કરતા જોવા મળી રહ્યાં છે. સોંગ રિલિઝ થયાના કલાકોમાં જ કરોડો લોકોએ જોયું છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar