Mon,29 April 2024,7:45 am
Print
header

Breaking News- ફરીથી અંદાજે 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને તેનું રોમટીરીયલ્સ ઝડપી પાડવામાં આવ્યું, DRI અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન

ફરી પકડાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ

બે એજન્સીઓએ સાથે મળીને કર્યું ઓપરેશન

આ ફેક્ટરીઓમાં બની રહ્યું હતુ ડ્રગ્સ

અમદાવાદઃ ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, આ વખતે આ જથ્થો મહારાષ્ટ્રના ઓરંગાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે, અહીની એક ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સ અને કોકેઇન અને રો મટીરીયલ્સનો મોટો જથ્થો મળ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 500 કરોડ રૂપિયા જેટલી થાય છે. ડીઆરઆઇ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે.

ત્રણ જગ્યાઓએ દરોડા, ડ્રગ્સ માફિયાઓના ગુજરાત કનેક્શનની ઉંડી તપાસ

સુરતમાંથી એક વ્યક્તિની કરાઇ ધરપકડ

ડ્રગ્સ કેસમાં સુરતનું ઔરંગાબાદ કનેક્શન

કોકેઇન, કેટામાઇન, એમડી ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ્સ મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત છે, પોલીસે આ ફેટક્ટરી પરથી કેટલાક શખ્સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે, આ ફેક્ટરીમાંથી અગાઉ દેશભરમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યાંની શક્યતા છે, જેના પર બંને એજન્સીઓ તપાસ કરી રહી છે.

નોંધનિય છે કે અગાઉ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખત નશાનો સામાન ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch