Fri,26 April 2024,12:33 pm
Print
header

જાણો, ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે - Gujarat Post

એવા ઘણા ફળો અને ડ્રાય ફ્રુટ્સ છે, જે  સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમ કે ખજૂર. ખજૂરમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને ખનિજો હોય છે. જેને કારણે તેને 'વન્ડર ફ્રુટ' પણ કહેવામાં આવે છે. તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે, બીમારીઓને દૂર રાખે છે.તમે કોઈ પણ રીતે તમારા આહારમાં ખજૂરનો સમાવેશ કરી શકો છો. જો તમે ઈચ્છો તો ખજૂરને દૂધ સાથે શેક બનાવીને પણ પી શકો છો.

હાડકાં મજબૂત રાખે

ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે ખજૂરનું સેવન કરશો તો તમારા હાડકાં લાંબા સમય સુધી મજબૂત રહેશે, સાથે જ તેનું સેવન કરવાથી હાડકાં સંબંધીત બીમારીઓ પણ દૂર રહે છે.આ માટે તમે એક કપ ગરમ દૂધમાં એક ચમચી ઘી અને ખજૂરનું પાઉડર મિક્સ કરીને પી શકો છો.

બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે

ખજૂરમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેને કારણે તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પાચન સારું રહે છે

ખજૂરના સેવનથી પાચનતંત્રની સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, સાથે જ રોજ 3 થી 4 ખજૂર પલાળીને ખાવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે

ભરપૂર એનર્જી  મળશે

ખજૂરને કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 3 થી 4 ખજૂર મિક્સ કરીને તેનું સેવન કરો.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

ખજૂરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેને કારણે તે ત્વચાની લચીલાપણું જાળવી રાખે છે.તેનાથી વાળ પણ હેલ્ધી રહે છે

આંખો માટે

ખજૂરનું નિયમિત સેવન આંખો માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન A હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar