Fri,26 April 2024,9:28 am
Print
header

દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને ખાઓ, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર- Gujarat Post

ઉનાળાની ઋતુમાં દહીં ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. જે પેટને ઠંડુ રાખવાનું કામ કરે છે. ઘણા લોકો તેને લસ્સીના રૂપમાં પીવાનું પસંદ કરે છે,ઘણા લોકો તેને રાયતું બનાવીને ખાય છે. લોકો તેને ભાત સાથે ખાવાનું પણ પસંદ કરે છે. જો તમે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે શેકેલા જીરા સાથે ખાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.શેકેલું જીરું તેમાં મિક્સ કરવામાં આવે છે, તો તે ઘણા રોગોને દૂર કરવાનું પણ કામ કરે છે.તે પાચન શક્તિ સુધારે છે, ભૂખ વધારે છે, ડાયાબિટીસમાં પણ ફાયદાકારક બને છે. 

પાચનતંત્રને સારું બનાવે છે

જો તમને પેટમાં દુખાવો, અપચો અથવા ભૂખ ન લાગતી હોય તો તમારે શેકેલું જીરું દહીંમાં ભેળવીને ખાવું જોઈએ.તેના સેવનથી પેટ ઠંડુ થાય છે, ભૂખ વધે છે. તેના સેવનથી ભોજન ઝડપથી પચી જાય છે, પેટમાં ગેસ વગેરેની સમસ્યા દૂર થાય છે.

તમારું પેટ સાફ કરે છે

જો તમે દહીં અને શેકેલા જીરાનું એકસાથે સેવન કરો છો, તો તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જે લોકોને અપચો, કબજિયાતની ફરિયાદ હોય તેઓ દહીંમાં શેકેલું જીરું મિક્સ કરીને દહીંનું સેવન કરો.

આંખો માટે ફાયદાકારક

તમે શેકેલું જીરું દહીંમાં ભેળવીને ખાઓ છો, તો તેનાથી તમારી આંખોની રોશની વધે છે. દહીં અને જીરું બંનેમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. શેકેલું જીરું નિયમિત દહીંમાં ભેળવીને ખાવાથી આંખોની રોશની વધે છે અને તમને ફાયદો થાય છે.

ડાયાબિટીસ મટાડવું

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે તમારા આહારમાં દહીં સાથે શેકેલું જીરું ચોક્કસપણે ખાવું જોઈએ. દહીં અને જીરું બંનેમાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

દહીં અને જીરામાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. જેને કારણે બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar