Fri,26 April 2024,8:40 pm
Print
header

બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને થયો કોરોના, સોશિયલ મીડિયાથી આપી જાણકારી

મુંબઇઃ બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે.  ભણસાલી અને રણબીર કપૂરને સંક્રમણ લાગ્યા બાદ આલિયાએ પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં ડાયરેક્ટર સંજયલીલા ભણસાલી પણ થોડા અઠવાડિયા પહેલા કોવિડ-19 પોઝિટિવ હોવાનુ સામે આવ્યું હતુ. રણબીર કપૂર તાજેતરમાં કોરોના વાયરસને મ્હાત આપીને ક્વોરેન્ટાઇનથી બહાર આવ્યો છે.

મુંબઈમાં કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે આલિયા ભટ્ટને કોરોના હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાની તાજેતરની લહેરમાં, ફિલ્મ, ટીવી ઉદ્યોગ અને રમતગમત સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ગઈ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, બપ્પી લહેરી, તારા સુતરીયા પછી આલિયા ભટ્ટનું નામ કોરોના સંક્રમિતોમાં જોડાયું છે.

આ પહેલા ગુરુવારે બોલિવૂડ સિંગર અને મ્યુઝિશિયન બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બપ્પીની પુત્રી રીમા લહેરીએ આ માહિતી આપી. રિયાલિટી શો ડાન્સ દિવાનેનાં 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ હોવાનુ સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch