Sun,28 April 2024,8:49 pm
Print
header

મોદીની ત્સુનામીમાં વિરોધીઓ ઘરભેગા, ઇટાલીયાએ કહ્યું અમારી શરૂઆત ધીમી, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનું રાજીનામું

અમદાવાદઃ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને ભાજપ નવી સરકાર બનાવવા જઇ રહી છે, મોદી શાહની જોડીનો જોરદાર પ્રચારથી ફરીથી કમળ ખિલ્યું છે, ગુજરાતની જનતાએ ભાજપને ખભા પર બેસાડીને જીતાડી છે, આમના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓની હાર થઇ છે, ભાજપના પ્રચંડ વિજય પર આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા કહ્યું કે અમારી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મળશે, કારણે કે ગુજરાતમાંથી આપને વોટશેર મળ્યાં છે, ઇટાલિયાએ કહ્યું કે અમારી શરૂઆત ધીમી છે. ફરીથી લડત આપવા તૈયાર થઇશું.

કોંગ્રેસની હાર પાછળ AAP અને ઔવેસીનો મહત્વનો રોલ: જગદીશ ઠાકોર

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર સ્વીકારી

ભૂપેન્દ્ર પટેલ અને પાટીલને પાઠવ્યાં અભિનંદન

કોંગ્રેસમાંથી પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાની જીત થઇ છે, દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલની જીત થઇ છે, જો કે અન્ય દિગ્ગજ નેતાઓ હાર્યાં છે, વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઇ છે, ત્યારે કોંગ્રેસની દુર્દશા પર કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. અન્ય સિનિયર નેતાઓ પણ ગુમ છે, અમદાવાદના પાલડીમાં આવેલી કોંગ્રેસ ઓફિસ ખાલીખમ દેખાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch