Fri,26 April 2024,2:43 pm
Print
header

માધુરી દિક્ષીતથી લઇને કરીના કપૂર સુધી બોલીવુડની હસીનાઓના કરિયર સરોજ ખાનને કારણે તેજ બન્યાં હતા

મુંબઇઃ બોલિવૂડમાં 'મસ્તરજી' તરીકે જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડી રાત્રે કાર્ડિયોઇડ એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાને 1974 માં કોરિયોગ્રાફર તરીકેની કરિયર શરૂઆત કરી હતી, જ્યારે 3 વર્ષની ઉંમરે બોલીવુડમાં ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 40 વર્ષથી વધુના કરિયરમાં સરોજખાને 2000 થી વધુ બોલિવૂડ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, શ્રીદેવી અને કરીના કપૂર જેવી ઘણી મોટી બોલિવૂડ હિરોઇનોની કરિયરમાં સરોજ ખાનની કોરિયોગ્રાફીનો મોટો હાથ હતો.

બોલિવૂડની કેટલીક મોટી હસ્તીઓ છે, જેની સફળતાનો શ્રેય પણ સરોજ ખાનને જાય છે. બોલીવુડની ફેમસ હિરોઇન માધુરી દિક્ષીતના કરિયરની માવજત કરવામાં સરોજ ખાનનો મોટો હાથ માનવામાં આવે છે. ફિલ્મ 'તેઝાબ'નું ગીત 'એક દો તીન' સાથે પ્રથમ વખત સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી માધુરીએ સરોજના ડાન્સ ડિરેક્શનમાં એકને એક સુપરહિટ ગીતો આપ્યો હતા. સરોજ ખાને માધુરીની કેટલીક ફિલ્મો જેવી કે બેટા, યારાના, દેવદાસ, ગુલાબ ગેંગ જેવી જાણીતી ફિલ્મ્સમાં ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

માધુરીની સફળ ફિલ્મ કરિયરમાં તેના ડાન્સ અને સુપરહિટ ગીતોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ 'તેઝાબ'નું 'એક દો તીન' ઉપરાંત 'બેટા ફિલ્મનું ગીત 'ધક ધક કરને લગા', 'થાનાદારનું  'તમ્મ તમ્મા લોગે', 'યારાનાનું  'મેરા પિયા ઘર આયા', 'દેવદાસ' 'માર ડાલા' અને 'કલંકનું 'તબાહ હો ગયે' જેવા સુપરહિટ ગીતો સરોજખાને નૃત્ય નિર્દેશન કર્યું હતું.

સરોજખાને શ્રીદેવીની ઘણી મોટી સુપરહિટ ફિલ્મોમાં ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મોમાં 'નગીના', 'મિ.ઇન્ડિયા', 'નિગાહે' અને 'ચાંદની' જેવી મોટી અને સુપરહિટ ફિલ્મો શામેલ છે. આ બધી ફિલ્મોના ગીતોમાં શ્રીદેવીના ડાન્સ અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચનની ઘણી ફિલ્મમાં સરોજખાને કોરિયોગ્રાફી કરી છે. ઐશ્વર્યાની પહેલી હિન્દી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'ની કોરિયોગ્રાફર સરોજ ખાન હતા. આજ સુધી આ ફિલ્મના ગીતો ઘણાં લોકપ્રિય છે. આ સિવાય સરોજ ખાન ઐશ્વર્યાની સૌથી મોટી ફિલ્મો 'તાલ', 'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ' અને 'ગુરુ' ના ડાન્સ ડિરેક્ટર પણ હતાં.

કરિના કપૂર ખાન આજે બોલીવુડનું મોટું નામ માનવામાં આવે છે પરંતુ જબ વી મેટ ફિલ્મ માટે તેની પ્રથમ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મના ગીતોની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar