Thu,25 April 2024,7:36 am
Print
header

ભગવંત માન સાથે ફોટો પડાવનારા ભાજપના મીડિયા કન્વીનર પાર્ટીમાંથી સસ્પેન્ડ- gujaratpost

ગુજરાતમાં વધી રહ્યું છે આપનું જોર

ભાજપ નેતાના ફોટોનો વિવાદ

પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલ નારાજ થયા

અમદાવાદઃ ભાજપે શિસ્તભંગ હેઠળ અમદાવાદ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કિશનસિંહે પંજાબના સીએમ ભગવંત માન સાથે એક ફોટો પાડીને તેને સોશિયલ માીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેથી પાર્ટીએ પોતાના નેતા સામે આ કાર્યવાહી કરી છે. ગુજરાતમાં આપનું જોર વધી રહ્યું છે, જેનાથી ભાજપ ચિંતિત છે.

થોડા દિવસ પહેલા ભાજપની ચિંતન બેઠકમાં પણ કિશનસિંહે વિવાદ ઉભો કર્યો હતો, ત્યારથી તેઓ ભાજપના કેટલાક નેતાઓની નજરમાં આવી ગયા હતા. બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હવે કિશનસિંહ ભાજપમાંથી સસ્પેન્ડ થયા પછી અરવિંદ કેજરીવાલ સાથે જઇ શકે છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. તેઓ ઘણા સમયથી આપના નેતાઓના સંપર્કમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch