Wed,01 May 2024,7:59 pm
Print
header

Bigg Boss 17: વિજેતા બનતાની સાથે જ મુનવ્વર ફારૂકી બની ગયો કરોડપતિ, ટ્રોફી સાથે ચમચમાતી કાર મળી

મુનવ્વર ફારુકી મૂળ જૂનાગઢનો રહેવાસી

મુંબઇઃ બિગ બોસ 17 ની સિઝન 28મી જાન્યુઆરીએ ભવ્ય રીતે સમાપ્ત થઇ છે. સૌથી વધુ મતો સાથે મુનવ્વર ફારુકીએ BB 17 ટ્રોફી જીતી લીધી હતી. તેના ફેન્સ તેને વિજેતા તરીકે જોઈને ખૂબ જ ખુશ છે. તેના ફેન્સ સોશિયલ મીડિયા પર સતત તેને અભિનંદન પાઠવી રહ્યાં છે. વિજેતા બન્યાં પછી મુનવ્વર ફારૂકીને કંઈક બીજું પણ મળ્યું, જેના તે હકદાર હતા.

મુનવ્વર માટે આ શો જીતવો સરળ ન હતો. તેણે અગાઉ ટોપ-3માં રહેલા અભિષેક અને મનારાને હરાવ્યાં હતા. પછી તેણે ટોપ 2 માં આવેલા અભિષેકને સ્પર્ધા આપીને બિગ બોસ ટ્રોફી જીતી હતી. અભિષેક આ શોનો બીજો વિજેતા હતો.

મુનવ્વર વિજેતા બનતાની સાથે જ કરોડપતિ બની ગયો

વિજેતા બનતાની સાથે જ મુનવ્વર ફારૂકીને બિગ બોસ 17ની ટ્રોફી સિવાય ઈનામની રકમ તરીકે 50 લાખ રૂપિયા અને હ્યુન્ડાઈ ક્રેટા કાર આપવામાં આવી હતી.

બિગ બોસના ઘરની સફર સરળ ન હતી

સ્ટેન્ડ-અપ કોમેડિયને કપ્તાની અને સખત મહેનતમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન તે ઘણી વખત આવી જ્યારે તે ભાવનાત્મક રીતે તૂટી ગયો. તેણે અન્ય સ્પર્ધકો સાથે ઘણી દલીલો કરી હતી અને તેમાંથી ઘણાએ તેને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, અંતે તેના તમામ પ્રયત્નો ફળ્યાં અને તે વિજેતા તરીકે ઉભરી આવ્યો. ટ્રોફી જીતવા ઉપરાંત મુનવ્વરે ચાહકોમાં પોતાની એક મજબૂત ઓળખ પણ બનાવી લીધી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch