Fri,26 April 2024,10:30 pm
Print
header

મહુવામાં ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી, સ્કૂલના બે શિક્ષિકા અને રિક્ષાચાલકનું મોત

ભાવનગરઃ આજે સવારે મહુવા નેશનલ હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો ભૂકો બોલાઈ ગયો હતો.અકસ્માતમાં 2 શિક્ષિકા સહિત રિક્ષાચાલકનું મોત થયું હતું. મોતને ભેટેલા રિક્ષાચાલકના 5 ફેબ્રુઆરીના દિવસે લગ્ન હતા અને તે પહેલા જ તેમનું મોત થઇ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

રાજુલા તરફથી પૂરઝડપે આવતી ટ્રકે હનુમંત સ્કૂલના સ્ટાફને મૂકવા જતી ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં બે મહિલા શિક્ષિકા અને રિક્ષાચાલક સહિત ત્રણનાં મોત થયાં હતાં. હાલ આ ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. મહુવા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ પર જઇને આગળની કાર્યવાહી હાથધરી હતી. 

નોંધનિય છે કે ગઇકાલે બાયડ તાલુકામાં દહેગામ રોડ પર આવેલા આંબલિયારામાં માઝૂમ બ્રિજ પર એક વાહનચાલકની ભૂલને કારણે એક સાથે ચાર વાહનો અથડાયાં હતા. દહેગામ તરફથી એક ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પર ચાલકે માઝૂમ નદીના પુલ પર અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી કાર ધડાકાભેર અથડાઇ હતી.તેની પાછળ આવી રહેલી અન્ય બે બાઇક પણ અથડાઈ હતી. કારમાં સવાર તેમજ બાઇક પર સવાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાયડ ખસેડાયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch