તમે પણ એસીબીમાં કરી શકો છો ફરિયાદ
જો કોઇ લાંચ માંગે છે તો ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો ફરિયાદ
ભાવનગરઃ લાભ પાંચમના દિવસે જ એસીબીએ સપાટો બોલાવી દીધો છે, નવા વર્ષમાં એક મોટી લાંચનો પર્દાફાશ કર્યો છે.ખીમજી કાળુભાઇ વાળા, ઉપસરપંચ, ગામ-પચ્છેગામ, તાલુકો ગારીયાધારને 96 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીએ તાલુકા સેવા સદનની સામે, દાતાર આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફ્રૂડ નજીક આ લાંચ લીધી અને એસીબીએ પંચની હાજરીમાં તેમને ઝડપી લીધા હતા.
ફરીયાદીને પચ્છેગામ ગ્રામ પંચાયતની હદમાં PMKSY IWMP-25 રૂપાવટી પ્રોજેકટ યોજના હેઠળ ઇ-ટેન્ડરથી વોટરશેડના રૂ.15 લાખ 44 હજારના કામોનો વર્ક ઓર્ડર મળ્યો હતો. ફરીયાદીને પચ્છેગામના ઉપસરપંચે કહ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો મારા કહ્યાં મુજબ જ કામ કરે છે, જો તમે મારા કહ્યાં મુજબ નહીં કરો તો તમારા કામોમા ગેરરીતી થાય છે, તેમજ યોગ્ય રીતે કામ થતું નથી તેવા ખોટા વાંધાઓ ઉભા કરીને તમારા વિરૂધ્ધમાં ઠરાવ પાસ કરાવીને તમારુ કામ બંધ કરાવી દઇશ.
આ લાંચિયા ઉપસરપંચે ધમકી આપીને રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી. અગાઉ રૂ. 75 હજાર લઇ લીધા બાદ ઉઘરાણી થઇ રહી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં આરોપી 96 હજાર રૂપિયા લેતા ઝડપાઇ ગયો છે. એસીબીએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ આર.ડી.સગર, ઇન્ચા.પો.ઇ
ભાવનગર એ.સી.બી.પો.સ્ટેશન તથા ટીમ
સુપરવિઝન અધિકારીઃ બી.એલ.દેસાઇ
ઇન્ચા.મદદનીશ નિયામક, એ.સી.બી ભાવનગર એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07
સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટર પાર, ઘણા ગામો એલર્ટ મોડ પર, વહીવટીતંત્રે આપી ચેતવણી | 2024-09-15 09:22:40