Mon,29 April 2024,10:46 am
Print
header

વકીલ પાસે લઈ જવાનું કહીને રીક્ષાના માલિકે યુવતીનું કર્યું અપહરણ, ગેસ્ટ હાઉસમાં લઈ જઈને નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતાર્યો..

(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદઃ ખોખરામાં રહેતી 20 વર્ષીય યુવતીનું રિક્ષા માલિકે વકીલને મળવા જવાનું કહીને અપહરણ કર્યું હતું અને યુવતીને એરપોર્ટ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇને ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો ઉતારીને તેના પતિને બતાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ કંટાળીને મહિલા રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોચી હતી. પરંતુ તેને બચાવી લેવાઇ હતી. આ અંગે યુવતીની ફરિયાદ બાદ ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

ખોખરામાં રહેતી અને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી 20 વર્ષીય યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરામાં રહેતા સતીષ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ આરોપીની રિક્ષા ભાડે ચલાવતા હતા. જેથી પતિને રાત્રે આવવામાં મોડું થાય તો તે આરોપીને ફોન કરતી હતી અને તે  રિક્ષામાં લગાવેલ જીપીએસથી લોકેશન જાણીને કહેતો હતો. આમ તેની સાથે પરિચય થયો હતો. દોઢ મહિના અગાઉ બપોરના સમયે આરોપી રિક્ષા લઇને ઘર પાસે બોલાવીને તારા પતિએ અગાઉ ફિનાઇલ પીધું હતુ તે કેસને લઇને વકીલને મળવા જવાનું બહાનું કાઢીને તેનું અપહરણ કરીને એરપોર્ટ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો.

મારા માણસો તારા પતિને જાનથી મારી નાખશે જો તારે તારા પતિને બચાવવો હોય તો મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે તેવી ધમકી આપીને આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. બે દિવસ બાદ તેણે જો તું મારી સાથે નહીં આવે તો તારા પતિને આ વીડિયો બતાવી દઇશ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch