Fri,26 April 2024,8:00 pm
Print
header

Once Upon A Time in Mumbai ના પ્રખ્યાત અભિનેતાએ કરી આત્મહત્યા

ધર્મશાલાઃ બોલિવૂડ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં જોગીબાડા રોડ પર સ્થિત એક ખાનગી જગ્યા પર તેમને આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મૃતદેહનો કબ્જો લઇને આ મામલે તપાસ શરૂ કરી છે.

અભિનેતા આસિફ બસરા છેલ્લા 5 વર્ષથી મેક્લોડગંજમાં વિદેશી મહિલા મિત્ર સાથે ભાડે મકાનમાં રહેતા હતા. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ગુરુવારે બપોરે તે પોતાના પાલતુ શ્વાનને લઇને ફરવા માટે ગયા હતા. આ પછી, તે ઘરે પાછા આવ્યા અને તેમણે પાલતુ શ્વાનના દોરડાથી પોતાને ગળે ફાંસો આપી દીધો હતો. પ્રારંભિક તપાસમાં તે ડિપ્રેશનનો શિકાર હોવાનું બહાર આવ્યું છે. જો કે સાચુ કારણ પોલીસ તપાસમાં સામે આવશે, પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

કોણ છે આસિફ બસરા ?

આસિફ બસરા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. તેમણે આશિકી 2માં રોલ કર્યો હતો, વન્સ ઓપન અ ટાઇમ ઇન મુંબઇમાં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો, બ્લેક ફ્રાઇડે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. બસરા હોલીવૂડની ફિલ્મ આઉટસોર્સમાં પણ જોવા મળ્યાં હતા. 1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch