Fri,26 April 2024,9:13 pm
Print
header

આર્યન ડ્રગ્સ કેસમાં નવો વળાંકઃ ફરાર કિરણ ગોસાવીના બોડીગાર્ડે કહ્યું રૂ. 25 કરોડની ડીલની હતી વાત

આર્યન સાથે ખાનગી ઇન્વેસ્ટીગેટર કિરણ ગોસાવીની સેલ્ફી ઘણી વાયરલ થઈ હતી, આર્યનને છોડાવવા રૂપિયા 25 કરોડની ડીલની ચર્ચાઓ

 

મુંબઇઃ આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નવો વળાંક આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાક્ષીએ એનસીબીના ઝોનલ હેડ સમીર વાનખેડે પર કે.પી.ગોસાવી સાથે સાંઠગાંઠ કરીને આર્યનને છોડાવવાના બદલામાં પૈસા મેળવવાનો આરોપ લગાવ્યો છે. ગોસાવીના બોડીગાર્ડ હોવાનો દાવો કરનાર પ્રભાકર સાલ દ્વારા આ દાવો કરાયો છે.

ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકરે મીડિયા સાથે વાતચીત કરતા સોગંદનામામાં અનેક ખુલાસા કર્યાં છે. દાવો કર્યો છે કે ગોસાવી અને સેમ ડિસોઝાને 25 કરોડ રૂપિયાની વાત કરતા સાંભળવામાં આવ્યાં હતા,  સોદો 18 કરોડમાં પતાવ્યો હતો. ગોસાવી અને સેમે NCB અધિકારી સમીર વાનખેડેને 18 માંથી 8 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પ્રભાકરે એમ પણ કહ્યું કે તેણે આ રોકડ કેપી ગોસાવી પાસેથી લીધી હતી પછી સેમ ડિસોઝાને આપી હતી. પંચનામાનું પેપર કહીને 10 કોરા કાગળ પર બળજબરીથી સહી કરાવી લીધી હતી, તેનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું. તેને આ ધરપકડ વિશે કંઈ જ ખબર ન હતી

ગોસાવી એ જ ખાનગી તપાસકર્તાં છે જેણે 2 ઓક્ટોબરે આર્યન સાથે સેલ્ફી લીધી હતી, જે દિવસે તેને NCB કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. NCB દ્વારા 3 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે NCB એ કહ્યું હતું કે તે બાહ્ય તપાસકર્તાઓની મદદ લે છે. આ આરોપ અંગે સમીર વાનખેડેએ આ કેસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે.

NCB દ્વારા 6 ઓક્ટોબરે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં પ્રભાકરનું નામ સાક્ષી તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. પ્રભાકરે એ પણ જણાવ્યું કે ગોસાવી ઘણા દિવસોથી ગુમ છે. તે પોતાના જીવન અને સ્વતંત્રતા માટે ખતરો અનુભવી રહ્યાં છે, તેથી તેણે આ સોગંદનામું દાખલ કર્યું છે.

ડ્રગ્સના આ કેસમાં પ્રભાકરનો દાવો છે કે તે કિરણ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. દરોડાની રાત્રે તે ગોસાવી સાથે હતો. તેમણે ગોસાવીને એનસીબી ઓફિસ પાસે સેમ નામના વ્યક્તિને મળતા જોયા હતા. ત્યારથી ગોસાવી રહસ્યમય રીતે ફરાર છે. મને સમીર વાનખેડેથી જીવનું જોખમ છે. પ્રભાકરે રેડના સમયના કેટલાક વીડિયો અને ફોટા પણ રજૂ કર્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch