Fri,26 April 2024,7:03 pm
Print
header

શાહરુખના લાડલા આર્યનના મોબાઇલમાંથી મળી અનેક વાંધાજનક વસ્તુઓ, NCB ની તપાસ તેજ

આર્યન 7 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં 

મુંબઈઃ ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી કરવા મામલે ધરપકડ કરવામાં આવેલા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય બે લોકોને લઈ સુનાવણી થઇ હતી જેમાં આર્યન 7 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં રહેશે, NCBએ કોર્ટમાં આર્યન ખાનની 11 ઓકટોબર સુધીની કસ્ટડી માગી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે જણાવ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે ડ્રગ્સ માટે રોકડ વ્યવહાર કર્યો છે. આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે. એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું કે તથ્યો અને તેમની કડીઓ ચકાસવા માટે અમારે ત્રણ આરોપીઓની કસ્ટડીની જરૂર છે. સમાજમાં, યુવાનો ડ્રગ્સના ભયથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.અમે પાર્ટીના આયોજકોને પણ અટકાવ્યાં છે. 

મુંબઈની કોર્ટમાં NCB તરફથી હાજર રહેલા ASG અનિલસિંહ કહે છે કે આરોપી આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પર 8C, 20, 27 અને 35 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તે તપાસ હેઠળ છે. 

આર્યન ખાનના વકીલ સતીશ માનશીંદેએ કહ્યું મારા ક્લાયન્ટ પાસેથી કોઈ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો નથી જે NDPS એક્ટના ઉલ્લંઘનમાં આવે છે. જો કોઈ અન્ય વ્યક્તિઓ (સહ-આરોપી) પાસેથી કોઈ પદાર્થ જપ્ત કરવામાં આવે છે જે મારા ક્લાયન્ટને કસ્ટડીમાં લેવા માટે કોઈ કારણ નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch