Fri,20 September 2024,1:38 pm
Print
header

અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી સનસની

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

સોલા સિવિલમાં લઇ જવાયો મૃતદેહ

અમદાવાદઃ આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને (ઉંમર 47 વર્ષ) આત્મહત્યા કરી લીધી છે, અમદાવાદમાં થલતેજમાં શાંગ્રીલા બંગ્લોઝમાં તેઓ રહેતા હતા અને તેમના ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી હતી. બોડકદેવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

રાજન સુસરા હાલમાં વલસાડ મરીન સિક્યુરીટીમાં એસપી છે અને તેમનો પરિવાર અમદાવાદમાં રહેતો હતો. હાલમાં જ આ પરિવાર મહારાષ્ટ્રમાં એક લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાંથી પરત આવ્યાં બાદ આ બનાવ બન્યો છે. પરિવારમાં બે દિકરા અને યુએસમાં રહેતી દિકરી છે. જે હાલમાં અમદાવાદ આવી છે.

પોલીસને કોઇ સ્યૂસાઇડ નોટ મળી નથી, આસપાસના લોકોની પૂછપરછ અને પરિવારની પૂછપરછને આધારે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch