Mon,29 April 2024,12:07 pm
Print
header

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર વર્લ્ડકપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

- મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

- વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે

અમદાવાદઃનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડકપ ક્રિકેટ મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે તારીખે વર્લ્ડકપ ક્રિકેટ મેચ યોજાશે, તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.

વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાનાર તા. 05/10/23, તા. 14/10/23, તા. 04/11/23, તા. 10/11/23, તા. 19/11/23 ના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે.

હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 1:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈ પણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹ 50 નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે, તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch