Sat,27 July 2024,2:51 pm
Print
header

એલડી આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ઓફિસમાં વિદ્યાર્થીએ કરી તોડફોડ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન- Gujarat Post

ત્રીજા સેમેસ્ટરના અર્જુન દેસાઈ, આકાશ દેસાઈ ફેકલ્ટી મેમ્બરને હેરાન કરતા હતા 

અમદાવાદઃ એલડી આર્ટ્સ કોલેજમાં તોડફોડની ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીએ  પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી છે.આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એલ.ડી.આર્ટ્સ કોલેજમાં અર્જુન દેસાઈ નામના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી છે. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. સદનસીબે પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી.અર્જુન દેસાઈ સહિતના તેના સાથી મિત્રો દ્વારા હેરાનગતિની ફરિયાદો મળી હતી.આ વિદ્યાર્થીઓ પ્રોફેસરોને હેરાન કરતા હતા અને વીડિયો ઉતારતા હતા.  

કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે અંદર ક્લાસ ચાલતો હોય અને બહારથી ક્લાસના દરવાજા બંધ કરી દેવાયાની અનેક ઘટનાઓ છે. આ મામલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઓફિસમાં બોલાવતા વિદ્યાર્થીએ ત્યાં જ તોડફોડ કરી હતી. ત્રીજા સેમેસ્ટરના અર્જુન દેસાઈ, આકાશ દેસાઈ ફેકલ્ટી મેમ્બરને હેરાન કરતા હતા.આવી અનેક ફરિયાદો અગાઉ આવી ચૂકી છે. પરંતુ આ લોકોને માફીપત્ર આપીને છોડી દેવામાં આવ્યાં હતા. આ વખતે વિદ્યાર્થીએ હદ પાર કરીને પ્રિન્સિપાલ પર હુમલો કર્યો છે. જેથી હું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો છું. આ વિદ્યાર્થીને રેસ્ટીકેટ કરવા સુધીની કાર્યવાહી કરીશું.ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch