Wed,24 April 2024,7:11 pm
Print
header

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણની પત્ની માલિની પટેલને કોર્ટમાં રજૂ કરી હતી, મકાન પડાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી હતી, જે બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. મેટ્રો કોર્ટે તેના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવ્યાં બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી હતી. જમ્મુ કશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટીમાં ફરનારા મહાઠગ કિરણનો ભાંડો ફૂટી ગયા પછી છેતરાયેલા લોકો હવે સામે આવી રહ્યાં છે. પતિના કારસ્તાનનો પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગુમ થઇ ગઇ હતી, જો કે પોલીસે તેને ઝડપી પાડી હતી. તેને આગોતર જામીન માટે અરજી પણ કરી હતી.

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. કિરણ પટેલે પીએમઓના અધિકારીની ઓળખ આપીને આ છેતરપિંડી કરી હતી.

માલિની પટેલની BAMS ડોકટર છે, અગાઉ તે ગાયકનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી, બાદમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. આ દંપત્તિએ અનેક લોકોને ચૂનો લગાવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch