Mon,29 April 2024,11:48 am
Print
header

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત....મેન ઓફ ધી મેચ બુમરાહ.....ઠેર ઠેર જીતની ઉજવણી

30.3 ઓવરમાં ભારતે મેળવી જીત

ભારત પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર

ભારત સામે પાકિસ્તાન 8 મી વખત હારી ગયું

અમદાવાદઃ વર્લ્ડકપની અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે 192 રનનો ટાર્ગેટ પુરો કરીને પાકિસ્તાનને હરાવી દીધું છે.ભારતે 7 વિકેટે પાકિસ્તાનને હરાવ્યું છે, જેમાં શ્રેયસ અય્યરે 53 રન બનાવ્યાં હતા, જ્યારે સૌથી વધારે રોહિત શર્માએ 86 રન બનાવ્યાં હતા, 3 વિકેટ બાદ કે.એલ.રાહુલ અને શ્રેયસે બાજી સંભાળી હતી, રાહુલે 19 રન બનાવ્યાં હતા.જસપ્રિત બુમરાહ મેન ઓફ મેચ બન્યો છે, 7 ઓવરમાં 19 રન આપ્યાં છે અને 2 વિકેટ લીધી હતી. તે સાથે જ અમદાવાદ અને દેશભરમાં ઉજવણીનો માહોલ છે, શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટી રહ્યાં છે તો રસ્તાઓ પર લોકો ઉજવણી કરી રહ્યાં છે.

રોહિત શર્માએ 86 રન બનાવ્યાં  
રોહિતે વન-ડેમાં 53 મી ફિફટી ફટકારી
શુભમન ગિલ 16 રન બનાવીને આઉટ થયો હતો  
16 રન બનાવીને વિરાટ કોહલી આઉટ થયો હતો
પાકિસ્તાને આપ્યો હતો 192 રનનો ટાર્ગેટ
રોહિત શર્માના વન-ડેમાં 300 છગ્ગા પુરા

પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી અને ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ભારતીય બોલર કુલદિપ, બુમરાહ, સિરાજ, હાર્દિક અને જાડેજાએ બે-બે વિકેટ ખેરવી હતી.જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધુ કેપ્ટન બાબર આઝમે 50 રન, મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યાં હતા.

કુલદીપ યાદવે 33 ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પહેલા કુલદીપે સાઉદ શકીલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. જે બાદ એ જ ઓવરમાં ઇફ્તિખાર અહેમદને બોલ્ડ કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch