Mon,29 April 2024,8:16 am
Print
header

ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ આવી વિવાદમાં, હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા વાલીઓ સહિત સંગઠનોએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થતા વાલીઓ સહિત સંગઠનોએ હોબાળો મચાવ્યો છે. ABVPના કાર્યકરોએ બાળકો પાસે નમાજ પઢાવનાર શિક્ષકને માર માર્યો હતો. VHP, બજરંગદળ સહિતના સંગઠનો સ્કૂલમાં જઇને વિરોધ કર્યો હતો.આ વિવાદ વધુ વકરતા સ્કૂલે માફી માંગી છે.

ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યાં હતા અને વિરોધ કર્યો હતો. VHP, બજરંગદળના કાર્યકર્તાઓએ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના પ્રિન્સિપાલના રાજીનામાંની માંગ કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્કૂલ ખાતે દોડી આવી હતી. પોલીસ દ્વારા હિન્દુ સંગઠનો અને ABVPના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો ?

29 સપ્ટેમ્બરે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ અદા કરીને તેના વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનો લાલઘુમ થયા હતા. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલમાં જઇને વિરોધ કર્યો હતો. જ્યાં શાળા સંચાલકોએ માફી પણ માંગી હતી.

સ્કૂલના આચાર્યનાં જણાવ્યાં અનુસાર અમારી શાળામાં દરેક તહેવારની ઉજવણી થાય છે. અન્ય તહેવારની જેમ ઈદના આગલા દિવસ આ કાર્યક્રમ યોજાયો હતો. કોઈ પણ બાળકને આ માટે દબાણ કરાયું ન હતુ. વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. અમે આ મામલે માફીપત્ર પણ આપ્યું છે. જો કે આ મામલો પછીથી રાજકીય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch