Thu,02 May 2024,3:41 am
Print
header

અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની સરોગસી માતા, મિત્રો અને પરિવારજનોએ પાઠવી શુભકામનાઓ- Gujarat Post

મુંબઇઃ બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગેની માહિતી આપતા દરેકને પોતાની પ્રાઈવસી જાળવવા અપીલ પણ કરી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરેલી આ પોસ્ટમાં લખ્યું કે, 'અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે. 'આ ખાસ અવસર પર અમે આદરપૂર્વક અમારી પ્રાઈવેસીની અપીલ કરીએ છીએ, કારણ કે અમે આ સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આપ સૌનો આભાર.'

સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને અનેક સેલિબ્રિટી અભિનંદન પાઠવી રહ્યાં છે. ઉપરાંત કપલના મિત્રો અને પરિવારજનો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

નિકના ભાઈ જો જોનાસે પ્રિયંકા અને નિક બંનેની પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ કોમેન્ટ કરી. જ્યારે અભિનેત્રી લારા દત્તાએ લખ્યું, "અભિનંદન." આ સિવાય તેના ફેન્સ પણ આ સમાચારથી ઘણા ખુશ છે. શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ 2018 માં સાથે લગ્ન કર્યાં હતા.બંનેએ રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતા હાલમાં જ બંનેએ તેમના લગ્નની ત્રીજી વર્ષગાંઠ પણ સેલિબ્રેટ કરી હતી. પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ નિક જોનાસની સરનેમ હટાવી દીધી હતી, જેના પછી તેમના અલગ થવાના સમાચારો ચર્ચામાં આવ્યાં હતા. બાદમાં તે માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch