Sat,27 April 2024,9:20 am
Print
header

ACB એ આ બેંકના મેનેજરને 95 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો- Gujarat Post

સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર અને એસીબીની તેમની ટીમનું ઓપરેશન 

એસીબીના એક પછી એક ઓપરેશનથી સરકારની છબી સુધરી 

લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ

મહેસાણાઃ એસીબીએ વધુ એક લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે. રોશનકુમાર રામસુંદર સિંહ, બ્રાન્ચ મેનેજર, ઇન્ડિયન બેંક, વડસ્મા બ્રાન્ચ, જગદીશ કનુભાઈ વાઘેલા, પટાવાળા (કરાર આધારિત) ઇન્ડિયન બેંકને લાંચકાંડમાં ઝડપી લેવાયા છે. ફરીયાદીના પિતાએ વડસ્મા ખાતેની પોતાની જમીન ઉપર ઇન્ડિયન બેંક વડસ્મા બ્રાન્ચથી પાક ધિરાણ(kcc) ની લોન ₹4,00,000 લીધેલી હતી, જે લોનની મૂળ રકમ તથા વ્યાજ ફરિયાદી ભરી શક્યા ન હતા, જેથી આ લોન એકાઉન્ટ બેંક દ્વારા (NPA)નોન પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી બેંકની સ્કીમ મુજબ વન ટાઈમ સેટલમેન્ટ (OTS)અંતર્ગત સેટલમેન્ટ કરાયું હતુ.

બેંક મેનેજરે ફરિયાદી પાસેથી સેટલમેન્ટ લોનની એનઓસી આપવાની કાર્યવાહી કરવા માટે રૂ. 95,000 ની લાંચ પેટે માંગણી કરેલી હતી, લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી, બેંકના પટાવાળાએ મેનેજરના કહેવાથી લાંચની રકમ લીધી હતી. ત્યારે જ તે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.

ટ્રેપિંગ અધિકારી, એ.વાય.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એસીબી, સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનિશ નિયામક, ગાંધીનગર એકમ અને એસીબીની તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદાકીય કાર્યવાહી કરાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch