Sat,20 April 2024,6:24 pm
Print
header

અમદાવાદ ઇન્કમ ટેક્સ વિભાગના આ બાબુ 30 લાખ રૂપિયાની લાંચમાં સપડાયા, ACB એ પાર પાડ્યું ઓપરેશન- Gujarat Post

એસીબીનું મોટું ઓપરેશન, આંગડિયા પેઢી મારફતે લેવાયેલી 30 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ

ઇન્કમ ટેક્સ વિભાગના અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો 

અમદાવાદઃ એસીબીને મોટી સફળતા મળી છે, રૂપિયા 30 લાખની લાંચના કેસમાં ઇન્કમટેક્સ વિભાગના એડિશનલ કમિશનર પર સકંજો કસાયો છે. ફરિયાદી પાસે 30 લાખ રૂપિયાની લાંચ આંગડિયા પેઢી મારફતે લેવાઇ હતી અને ત્યાં જ એસીબીની ટીમ ત્રાટકી હતી.

આશ્રમ રોડ પર આવેલી ઇન્કમટેક્સ વિભાગની ઓફિસમાં કામ કરતા એડિશનલ કમિશનર સંતોષ કારનાએ આ લાંચ લીધી હતી,જો કે તે એસીબીના હાથમાંથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે, એસીબીની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ સેન્ટ્રલ સર્કલ રેન્જ-1 ના એડિશનલ ઇન્કમ ટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ટેક્સ ચોરીના કેસમાં ફરિયાદીને ધમકી આપી હતી કે તે લાંચની રકમ નહીં આપે તો તેને બરબાદ કરી નાખવામાં આવશે, જેથી ડરી ગયેલા ફરિયાદી લાંચ આપવા તૈયાર થયા હતા. તેમને આંગડિયા પેઢીમાં 30 લાખ રૂપિયા મોકલાવી દીધા હતા આ રકમ એસીબીએ રિકવર કરી લીધી છે.

ફરિયાદીને ધમકી આપીને આ કેસમાં હેરાનગતિ નહીં કરવા આ ભ્રષ્ટ અધિકારીએ લાંચ લીધી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ આવી રીતે કોઇ અધિકારી લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને તેની સામે કાર્યવાહી કરી શકો છો.

ટ્રેપિંગ અધિકારી: 
ડી.એન.પટેલ, પીઆઇ 
અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી: 
કે.બી. ચૂડાસમા, 
મદદનીશ નિયામક, 
એસીબી અમદાવાદ એકમ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch