Mon,29 April 2024,9:45 am
Print
header

અમદાવાદમાં છવાયો ક્રિકેટ વર્લ્ડકપ ફિવર, શનિવારે ભારત-પાક મેચ જોવા વીવીઆઈપીઓનો થશે જમાવડો- Gujarat Post

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે ક્રિકેટ વર્લ્ડપમાં ભારત, પાકિસ્તાનનો મુકાબલો થશે. ભારત વર્લ્ડપમાં પાકિસ્તાન સામે 8મી મેચ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, રજનીકાંત સહિતની અનેક સેલિબ્રિટી આ મહામુકાબલો નીહાળવા મેદાનમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેચમાં હાજર રહી શકે છે. મેચની શરૂઆત પહેલા એક રંગારગ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં સુખવિંદર સિંહ, શંકર મહાદેવન, અરિજિત સિંહ પ્રસ્તુતિ કરશે.

ક્રિકેટ વર્લ્ડકપમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે તે મેગા મુકાબલાને લઈ અમદવાદમાં 3 દિવસમાં 100 જેટલી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવર જવર થશે. અમદાવાદ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ પાર્ક કરવાની ક્ષમતા છે, જેને કારણે અમદાવાદ આવનારી ચાર્ટર્ડ ફ્લાઇટને અન્ય પાર્ક કરવા મોકલવી પડી શકે તેમ છે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં 75 ચાર્ટર્ડ ફ્લાઈટની અવર જવર નોંધાઈ હતી.

એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. મ્યુનિ.તંત્ર તરફથી આ મેચ માટે એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. સવારના 8 થી રાત્રિના 1 કલાક સુધી બંને મ્યુનિ.બસ સેવા લોકોને મળી રહેશે.મેચ પુરી થયા બાદ શહેરમાં કોઈપણ સ્થળે પહોંચવા માટે રુપિયા 20 ભાડું નકકી કરવામાં આવ્યુ છે.14 ઓકટોબરે બંને દેશો વચ્ચે વિશ્વકપની મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રુટ ઉપરાંત 50 એકસ્ટ્રા બસો દોડાવાશે.પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ સ્થળોએ એ.એમ.ટી.એસ.ની પચાસ બસ મુકવામાં આવશે.ભારત-પાકિસ્તાન મેચને લઈ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પણ વેઈટિંગ આવી ગયું છે. શહેરની તમામ હોટલો પણ પેક થઈ ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch