Sat,27 April 2024,3:51 am
Print
header

ભાજપ જવાબ આપે, મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીર ફરવા ગયેલા ગુજરાત ભાજપના બે નેતાઓના પુત્ર કોણ ? Gujarat Post

(પત્ની સાથે કિરણ પટેલની તસવીર)

ભાજપ નેતાના પુત્રના નામો સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં મચી શકે છે હડકંપ

કિરણ પટેલની અનેક રાજકીય નેતાઓ સાથેની તસવીરો વાઇરલ 

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં સ્ટેટ ગેસ્ટ તરીકે વિશેષ દરજ્જો મેળવીને બુલેટ પ્રુફ વાહનોમાં ફરનાર મહાઠગ કિરણ પટેલે કોઇને શંકા ન જાય તેવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી. જો કે પોલ ખુલી જતાં આ ઠગની ધરપકડ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં રહેતા કિરણ પટેલની પત્ની તેના પતિના બચાવમાં આવી છે. તેઓ કહી રહ્યાં છે કે તેમના પતિ દેશ માટે કામ કરે છે. કિરણ પટેલ સાથે ગુજરાત ભાજપના બે નેતાઓના પુત્રો પણ કાશ્મીર ફરવા ગયા હતા.

બીજી માર્ચે ઠગ સાથે ભાજપના નેતાના બે પુત્રો પણ કાશ્મીર ગયા હતા. જો કે તેમના નામનો ઉલ્લેખ આરોપી તરીકે નથી કરાયો.જમ્મુ કાશ્મીર પોલીસને કિરણ પટેલની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ચાર વખત જમ્મુ કાશ્મીર આવ્યો હતો. અમદાવાદથી- કાશ્મીર આવતા પહેલા ડેપ્યુટી કમિશનરને પીએમઓના નામે ફોન કરીને વીઆઇપી સિક્યોરીટી આપવાની સૂચનો પણ આપતો હતો. જે બાદ તે શ્રીનગર એરપોર્ટ પર ઉતરે ત્યારે તેને પોલીસના એસ્કોર્ટ સાથેની કાર મળતી હતી અને પ્રોટોકોલ મુજબ તેના નામે લલિત ગ્રાન્ડ હોટલમાં રૂમ બુક કરાવતો હતો. નવેમ્બરથી માર્ચ દરમિયાન તે 4 વખત કાશ્મીર આવ્યો હતો અને 26મી ફેબ્રુઆરીએ તે શંકાના ઘેરામાં આવ્યો હતો.

મહાઠગ કિરણ પટેલની પત્ની ડૉ. માલિની પટેલ તેના બચાવમાં આવી છે.તેણે કહ્યું કે તેના પતિને ફસાવવામાં આવી રહ્યો છે. 

બીજી માર્ચે તેની સાથે ગુજરાતના અન્ય બે યુવકોને પણ લાવ્યો હતો. જે ગુજરાત ભાજપના કોઇ નેતાઓના પુત્રો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે પોલીસ એફઆઇઆરમાં તેમના નામનો ઉલ્લેખ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને આ મુદ્દે ઘેરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch