Tue,21 May 2024,8:31 pm
Print
header

લાલચું ઓરેવા કંપનીનો પત્ર વાઇરલ, બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો કામચલાઉ રિપેરિંગ કરીને બ્રિજ ખોલી દઇશું - gujaratpost

(પત્રની કોપી)

મોરબીઃ ભયાનક બ્રિજ દુર્ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. રિનોવેશન કરનાર ઓરેવા કંપની પર આરોપોનો વરસાદ થઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો જૂનો એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર મોરબી કલેક્ટરને લખવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતુ કે જો ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો બ્રિજનું સંપૂર્ણ સમારકામ શક્ય નહીં બને, એક રીતે કંપનીએ અહીં દાદાગીરી કરી હતી, તેેમ કહી શકાય છે.

બે વર્ષ પહેલા મોરબી કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો. ઓરેવાએ ચીમકી આપી હતી કે મોરબીના ઝૂલતા પુલ માટે કંપનીને કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો આવી સ્થિતિમાં સંપૂર્ણ સમારકામ યોગ્ય રીતે થશે નહીં. માત્ર કામચલાઉ રિપેરિંગ કારશે. 

પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતુુ કે જો માત્ર રિપેરિંગનું કામ જ થશે તો તે સ્થિતિમાં કંપની રિપેરિંગ માટે કોઈ વધારાનું મટિરિયલ્સ કે સામાન મંગાવશે નહીં. જ્યાં સુધી કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે ત્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય તેવી શરત મૂકવામાં આવી હતી. ઓરેવા કંપનીએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે તે આ પુલને કામચલાઉ સમારકામ કરીને ખોલી નાખશે.કંપનીએ મનમાની કરતા હવે અનેક લોકોના જીવ ગયા છે. રૂપિયાની લાલચમાં ઓરેવાના માલિકોએ જનતા વિશે કંઇ વિચાર્યું જ નહીં

મોરબી પુલ તૂટી પડવાની ઘટનાનો આજે ચોથો દિવસ છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને આજે પણ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ છે. ઉપરાંત આજે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch