Fri,26 April 2024,5:32 am
Print
header

વડોદરાઃ સ્યૂસાઇડ નોટ લખીને શિક્ષક પરિવાર સાથે ગુમ, પોલીસે શરુ કરી શોધખોળ- gujaratpost

ભાવનગરમાં સ્કૂલની નોકરી છૂટી જતા વડોદરા શિફ્ટ થયા હતા

ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયેલી ચાર વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરી

સ્યૂસાઇડ નોટની બંને ચિઠ્ઠીઓના અક્ષરો અલગ

વડોદરા: શહેરમાં એક ચોંકાનારી ઘટના સામે આવી છે. ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક સપ્તાહ પહેલા સ્યૂસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી છે. ચિઠ્ઠીમાં જે વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા છે તે તમામ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

મૂળ ભાવનગરના રાહુલ જોશી એક વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા આવ્યાં હતા અને ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા હતા. પત્ની,પુત્ર અને પુત્રી સાથે રહેતા રાહુલ જોશી ગત તા.20 મી એ પરિવાર સાથે ઘરને લોક મારીને સ્યૂસાઇડ નોટ મુકીને ઘર છોડીને જતા રહ્યાં હતા. તેઓનો મોબાઇલ નહી લાગતા તેમના ભાઇ પ્રણવ જોશીએ ડભોઇથી વડોદરા આવીને તપાસ કરી હતી અને તેમના ભાઇ ગુમ થયાની જાણ પાણીગેટ પોલીસને ગત તા.24મી એ કરી હતી. જેથી,પાણીગેટ પોલીસે જોશીના ઘરે જઇને તપાસ કરતા ઘર બંધ હતું.

ઘર ખોલીને અંદર જોતા બે ચિઠ્ઠીઓ મળી આવી હતી. જે પૈકી એક ચિઠ્ઠીમાં હું પરિવાર સાથે આપઘાત કરવા જઇ રહ્યો છું.તેવો ઉલ્લેખ કર્યો હતો. તેમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુ તથા અલ્પેશના નામો લખ્યાં છે.પોલીસે પરિવાર પાસેથી ઉપરોક્ત ચારેય લોકોના નંબર મેળવીને તેઓની પૂછપરછ હાથ ધરી છે.પોલીસને ઘરમાંથી પાંચેયના મોબાઇલ ફોન મળી આવ્યાં છે. જેની ડિટેઇલ્સ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.બંને ચિઠ્ઠીઓના અક્ષરો પણ અલગ હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પરિવારે આર્થિક સંકડામણને કારણે ઘર છોડયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રાહુલ જોશીની મકાનની લોન ચાલતી હતી. ઉપરાંત તેમણે પરિવાર તથા અન્ય મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને દેવું વધી ગયું હતું અને સામે ઉઘરાણીઓ થઇ રહી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch