Fri,03 May 2024,12:35 am
Print
header

પાંચ-દસ મર્ડર કરને વાલો સે જેલ મેં રહેકે દોસ્તી હો ગઇ હે...સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ આપી આવી ધમકી

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતી પર એસિડ એટેક કરવાની અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. ગભરાયેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે જામીન પર મુક્ત થયેલા યુવકે ફરી યુવતીને ફોન કરીને મેં તુમસે શાદી કરના ચાહતા હું, તુમને પોલીસ કેસ કિયા તો જેલ મે જાકે આયા, આઠ દિન મેં છૂટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે લોગોસે દોસ્તી હો ગઇ હે, ઉસે પૈસે દેકે તુમ્હે મરવા દુંગા એવી ધમકી આપીને ઘરમાં ઘૂસી જતાં મામલો ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

ત્રણ વર્ષ પહેલા પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતી સાથે વિપીન ત્રિવેણી પ્રસાદ શુકલાએ સોશિયલ મીડીયા થકી મિત્રતા કરવા પ્રયાસ કર્યાં હતા. પરંતુ મિત્રતા નહીં થતા વિપીને તેનો પીછો કરીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતુ,સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી મોબાઇલ નંબર મેળવીને મેસેજ અને કોલ કરીને મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની તથા બિભત્સ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી.

યુવતીએ ગત ડિસેમ્બરમાં વિપીન વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન પરથી છૂટ્યાં બાદ એક તરફી પ્રેમમાં પાગલ વિપીને ફરીથી કોલ કરીને કહ્યું હતું મેં તુમ સે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો મે જેલ મે જાકે આયા હું, આઠ દિન મે છૂટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે ગુંડ હે ઉન્સે મેરી દોસ્તી હો ગઇ હે, ઉસકો પૈસે દે કે તેરે કો મરવા દુંગા એવી ધમકી આપી હતી. ગત 26 જાન્યુઆરીએ અલથાણ ખાતે તે ઇવેન્ટમાં ગઇ હતી ત્યાં વિપીન પીછો કરતા ઘસી આવ્યો હતો અને મેં તુમસે હી શાદી કરૂંગા, અગર તુમને મુજસે શાદી નહીં કિ તો તુમ્હે છોડુંગા નહીં એમ કહી હુમલો કરવાની કોશિષ કરી હતી. 

1 ફેબ્રુઆરીએ વિપીન જબરજસ્તી યુવતીના ઘરમાં ઘુસી શાદી કરૂંગા તો તુમસે હી કરૂંગા એમ કહી હાથ પકડી બિભત્સ હરકત કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકની આવી હરકતોથી તંગ આવીને યુવતીએ ફરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch