Sun,05 May 2024,7:04 am
Print
header

વધુ એક હાર્ટએટેક, સુરતમાં ગરબાની પ્રેક્ટિસ વખતે યુવકનું મોત, નવરાત્રિ બાદ જવાનો હતો લંડન- Gujarat Post

સુરતઃ રાજ્યમાં નવરાત્રિના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. શહેરમાં ગરબાની પ્રેક્ટિસ કરતાં એક યુવકનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે, પાલનપુર પાટીયા વિસ્તારમાં ગરબાની પ્રેક્ટિસ વખતે એક યુવક ઢળી પડતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા ગરબા ક્લાસિસ સહિત મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

26 વર્ષીય રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે અગાઉ જ રાજ મોદીનું મોત થયું હતું. રાજ મોદીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રાજ મોદી એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

થોડા દિવસ પહેલા જામનગરમાં ગરબા ગ્રુપ સાથે પ્રેક્ટિસ કરી રહેલા 19 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં અચાનક તે ગરબાના તાલ પર ઝૂમતા ઝૂમતા ઢળી પડ્યો હતો. તેને જોઈને આસપાસ ગ્રુપમાં તેના મિત્રો પણ બે ઘડી વિચારમાં પડી ગયા અને તેને ઉઠાડવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. તેમણે હોસ્પિટલ ખસેડવા એમ્બ્યુલન્સ પણ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં તે યુવકે અંતિમ શ્વાસ લઈ લીધો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch