Tue,07 May 2024,11:45 am
Print
header

મારે હીરોને મળવું છે...સીરિયલના કલાકારોને મળવા સુરતની સગીરા બાય બાય સુરતનો મેસેજ લખી મુંબઈ પહોંચી- Gujarat Post

(demo pic)

સુરતઃ સીરિયલોની લોકોના મન પર કેવી અસર થઈ રહી છે તેનો આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના ઉત્રાણ ખાતે રહેતી એક 15 વર્ષીય સગીરા ઘરેથી મંદિરે દર્શન કરવા ગયા બાદ પરત ફરી ન હતી. જે અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. ઉત્રાણ પોલીસે વિવિધ ટીમો બનાવી કામે લગાડી હતી.

સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતાં સગીરાએ અલગ અલગ નામોથી બનાવેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યાં હતા. તેમાં એક ફોટો સુરત રેલવે સ્ટેશનનો હતો. જેને આઝારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાનો ફોન થોડા સમય માટે ચાલુ થયાનું જાણવા મળ્યું હતું અને તેનું લોકેશન મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસેનું હતું. જેથી તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.

જે બાદ ઉત્રાણ પોલીસની ટીમ મુંબઈ રવાના થઈ હતી. જ્યાં રેલવે પોલીસની મદદથી સગારીને શોધી કાઢી હતી. સુરત પરત લાવી તેની પૂછપરછ કરતાં તે કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતી પરિણીતા સીરિયલના કલાકરો ગમતાં હોવાથી તેને મળવા મુંબઈ ગઈ હતી. સગીરા ધો.10માં અભ્યાસ કરે છે અને તેને સીરિયલનો હીરો તથા અન્ય પાત્રો ગમતાં હોવાથી તેણે મુંબઈ જવા એક દિવસ અગાઉ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી,ઈન્સ્ટાગ્રામ પર બાય બાય સુરત લખીને રવાના થઈ હતી. જો કે હાલમાં તેને પરિવારને સોંપી દેવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch